કાર્યવાહી:તંથડીમાં ચેકડેમની કામગીરીમાં ગેરરીતિ ધારાસભ્યે સ્થળ તપાસ કરી કામ અટકાવ્યું

કપડવંજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદ મળતાં કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે તપાસ કરી જરૂરી સૂચનો કર્યા

કપડવંજ તાલુકાના તંથડી ગામમાં નદી પર બની રહેલ ચેકડેમમાં હલકી ગુણવત્તા વાળુ કામ થતું હોવાની બૂમ ઉઠી હતી. અગાઉ ગ્રામજનો દ્વારા આ બાબતે સ્થાનિક અધિકારી અને ધારાસભ્યને રજુઆત કરતા આજરોજ ધારાસભ્ય કાળુસિહ ડાભીએ સ્થળ મુલાકાત કરી હતી.

આ બાબતે તંથડી ગામના જાગૃત યુવાન સુરેશભાઈ ભોઈ દ્વારા કરવામાં આવેલ રજૂઆતની ગંભીર નોંધ લઇને ધારાસભ્ય કાળુસિહ ડાભી, એમ.ટી.ઝાલા પૂર્વ પ્રમુખ કપડવંજ તાલુકા કોંગ્રેસ સમિતિ, એલ.એસ.ઝાલા પૂર્વ પ્રમુખ કપડવંજ તાલુકા પંચાયત તથા અગ્રણી કાર્યકર રંગીતસિહ સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન કામગીરીમાં બેદરકારી જણાઈ આવતા તાત્કાલિક કાર્યવાહી કરી મોટી સિંચાઇના અધિકારી ઓને કામગીરી બંધ કરવા સૂચના આપી હતી. અને ગ્રામજનો તેમજ સરપંચ ને સારી કામગીરી કરવા હૈયા ધારણા આપી હતી.

પાયાની કામગીરી નબળી જણાઈ આવી
સ્થાનિકોની ફરિયાદ મળતા સ્થળ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન કામમાં ગેરરીતી અને પાયાની નબળી કામગીરી જણાઇ આવી હતી. જેથી કામ બંધ કરવા સુચના આપી છે. - કાળુસિહ ડાભી, ધારાસભ્ય, કપડવંજ

​​​​​​​સારી ગુણવત્તાવાળી રેતી વાપરવા સૂચના આપી
ધારાસભ્યએ મુલાકાત લીધી હતી, દરમિયાન તેઓને ચેકડેમના કામમમાં વપરાતી રીતે બાબતે અસંતોષ વ્યક્ત કર્યો હતો. જેથી કોન્ટ્રાક્ટરને વધુ યોગ્ય ગુણવત્તા વાળી રેતી વાપરવા સૂચના આપી છે. - રીતેશ ચીવડે, ના.કા.ઇ, મોટી સિંચાઇ, નડિયાદ

અન્ય સમાચારો પણ છે...