પડતર પ્રશ્નોને લઈને કર્મચારીઓમાં રોષ:પડતર માંગણીઓ પૂરી કરવા મધ્યાહ્નન ભોજન કર્મચારી મંડળની રજૂઆત; કપડવંજ મામલતદારને આવેદન પાઠવ્યું

કપડવંજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓની પડતર માગણીઓ અંગે ધરણા તેમજ અચોક્કસ મુદત માટે કેન્દ્ર બંધ રાખવા અંગેનું આવેદનપત્ર કપડવંજ મામલતદાર જય પટેલને આજે સોમવારે આપવામાં આવ્યું હતું. કપડવંજ તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ મનુભાઈ વણકરે જણાવ્યું હતું કે, ઓલ ગુજરાત રાજ્ય મધ્યાન ભોજન કર્મચારી મંડળ દ્વારા તારીખ 5/09/2022થી મુખ્યમંત્રીને આવેદનપત્ર સાથે રજૂઆત કરી હતી. જેમાં તારીખ 15 -9- 22 સુધી અમારા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે તો આગામી 19 તારીખે ગાંધીનગર ખાતે ધરણા તેમજ 20/09/22થી અચોક્કસ મુદત માટે કેન્દ્રો બંધ રાખવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. તેમાં કપડવંજ તાલુકા મધ્યાન ભોજન કર્મચારી મંડળ ધરણામાં તેમજ બંધમાં જોડાશે.

મશ્કરી સમાન વેતન ચૂકવવામાં આવે છે - કર્મચારી મંડળના પ્રમુખ​​​​​​​
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી માગણીઓમાં હાલ અમારું માસિક વેતન 1600, 1400, 500 અને 300 છે. જે મશ્કરી સમાન વેતન ચૂકવવામાં આવે છે. અન્ય રાજ્યોમાં વધુ વેતન આપવામાં આવે છે. અમારા વેતનમાં વધારો કરી સમાન કામ સમાન વેતન મુજબ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે આમ આવી અમારી બીજી અનેક માગણીઓને પૂરી કરવામાં આવે તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...