કપડવંજમાં દ્રષ્ટિ-ડૉન બોસ્કો કેમ્પ યોજાયો:જેમાં ભાઈઓ-બહેનો સહિત કુલ 87 દર્દીઓને તજજ્ઞ ડૉક્ટર દ્વારા ચકાસીને મફતમાં દવા-ગોળી આપવામાં આવી

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દ્રષ્ટિ-ડૉન બોસ્કો કપડવંજ ધ્વારા ભગવાનજીની મુવાડી ગામે આરોગ્ય કેમ્પ તેમજ આરોગ્ય જાગૃતિ શિબિર યોજાઇ. જેમાં 42 ભાઈઓ અને 45 બહેનો સહિત કુલ 87 દર્દીઓને તજજ્ઞ ડૉક્ટર દ્વારા ચકાસીને મફતમાં દવા-ગોળી આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરની પણ ચકાસણી કરવામાં આવી હતી. આ કેમ્પ માટે ગામની પ્રાથમિક શાળામાં ​​​​​​​જગ્યા આપવામાં આવી હતી.

પ્રાથમિક શાળામાં આ કેમ્પ માટે જગ્યા આપવામાં આવી ​​​​​​​
દ્રષ્ટિ-ડૉન બોસ્કો કપડવંજ સંસ્થા ધ્વારા ભગવાનજીની મુવાડી ગામના લોકોના સુખાકારી અને જન આરોગ્ય સુધારા માટે નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ તા. ૧૯ ઓક્ટોબરના રોજ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ગામના તથા આસપાસના વિસ્તારના 42 ભાઈઓ અને 45 બહેનો સહિત કુલ 87 દર્દીઓને તજજ્ઞ ડૉક્ટર દ્વારા ચકાસીને મફતમાં દવા ગોળી આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરની પણ ચકાસણી કરવામાં આવી હતી. ગામની પ્રાથમિક શાળામાં આ કેમ્પ માટે જગ્યા આપવામાં આવી હતી. ગામના સેવાભાવી લોકો, શાળા પરિવાર, આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનોએ ખૂબ સારો સહયોગ આપ્યો હતો. આરોગ્ય કેમ્પના આગળના દિવસે રીક્ષા ફેરવીને તથા પત્રિકાઓ વહેંચીને આસપાસના ગામોમાં પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. ડૉ. હાર્દિક પટેલ દ્વારા સેવા આપવામાં આવી હતી.

સગર્ભા-ધાત્રી માતાઓ માટે પણ આરોગ્ય જાગૃતિ શિબિરનું આયોજન
આ સાથે જ આજના દિવસે ગામની કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓ માટે આરોગ્ય જાગૃતિ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુપોષણ, રસીકરણ, માસિક સ્ત્રાવ, શારીરિક ભાવનાત્મક બદલાવ, પરિવાર નિયોજન, સરકારી યોજનાઓ, વ્યક્તિગત સ્વચ્છતા વગેરે જેવી બાબતો ઉપર સમજુતી આપવામાં આવી હતી. સવારના સત્રમાં કુલ 28 કિશોરીઓ અને બપોર બાદના સત્રમાં કુલ 25 સગર્ભા-ધાત્રી માતાઓએ ભાગ લીધો હતો. આ માટે પ્રાથમિક શાળાની ધોરણ 7 અને 8ની કિશોરીઓને આવરી લેવામાં આવી હતી. ગામની પ્રાથમિક શાળા તરફથી પૂરતો સહયોગ મળ્યો હતો. તાલીમકાર શેરીન દ્વારા આ બંને શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...