પવિત્ર શ્રાવણ માસમાં દાન અને પુણ્યનું કામ એક અલગ મહત્વ ધરાવે છે. અને સમાજમાં ઘણા બધા લોકો આ પવિત્ર શ્રાવણ માસમાં દાનપુર્ણ કે સારું કામ કરવા આગળ આવતા આપણે જોઈએ છીએ. જેથી કરી આપણે અલગ અલગ જગ્યાએ આવા શુભ કાર્યો કે પવિત્ર કાર્ય જોતા હોઈએ છીએ. ત્યારે ગ્રામીણ સ્તરે પ્રાથમિક શાળાઓમાં ગ્રામજનો અને દાતાઓ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ તિથિ ભોજનના કાર્યક્રમો થતા હોય છે. ત્યારે,
કપડવંજ તાલુકાના નિરમાલી ગામના ગ્રામજનો અને યુવાનો દ્વારા આજરોજ શાળાના બાળકો માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં, અંદાજિત 3500 જેટલા બાળકોએ સાથે મળી તિથિ ભોજન લીધું. આ તિથિ ભોજનમાં નિરમાલી ગામના દરેક સમાજના બાળકો હાજર રહ્યા હતા. અને સાથે મળી ભોજન પ્રસાદ લીધો હતો. તેમજ આ આયોજનમાં દરેક સમાજના લોકોએ સહકાર આપ્યો હતો તેમજ સાથે રહી આયોજન કર્યું હતું. જેમાં નિરમાલી પ્રાથમિક શાળા, હાઇસ્કુલ, આશ્રમશાળા તેમજ અલગ અલગ ચાર આંગણવાડીના બાળકોએ તિથિ ભોજન લીધું. જેમાં ભોજનમાં દાળ ભાત, પુરી અને શાક તેમજ મોહનથાળ જેવી મીઠાઈ પણ બનાવવામાં આવી હતીમ દાતાઓ તેમજ ગામના લોકોએ ખુબ સુંદર આયોજન કર્યું હતું. અને ખૂબ ઉત્સાહ સભર ભાગ લઈ ગામના બાળકો માટે સરસ એવી ભોજનની વ્યવસ્થા કરી હતી. ઉપરાંત ગામના અન્ય લોકોએ પણ બાળકો સાથે પ્રસાદ લીધો હતો. એમ નિરમાલી ગામના સરપંચ જુવાનસિંહ પરમાર અને ગ્રામજનોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.