કડક કાર્યવાહીની માગ:સાલોડના મેળામાં યુવાનોએ ચકડોળમાં ઉભા રહી સ્ટંટ કર્યા

કપડવંજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચકડોળના માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ

કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી બંધ મોટી રત્નાગીરી માતાજીનો ત્રિ દિવસીય મેળો કપડવંજના સાલોડ ખાતે યોજાયો હતો. જેમાં લોકોએ હર્ષોલ્લાસ સાથે મેળામાં આજુબાજુના ગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જેમાં કેટલાક યુવાનો દ્વારા ફુલ સ્પીડે ચાલતા ચકડોળમાં દિલધડક સ્ટંટ કરાતા મેળો મહાલવા આવેલ લોકોના શ્વાસ અધ્ધર થયા હતા.

સાલોડ ખાતે યોજાયેલ મેળામાં વરસતા વરસાદમાં ચકડોળ ચાલુ રાખી યુવાનોએ સ્ટંટ કર્યા હતા. જોખમી સ્ટંટને પરિણામે કોઈ અઘટિત ઘટના ઘટી હોત તો તેના જવાબદાર કોણ તે અંગેના પ્રશ્નો હાલ પંથકમાં ચર્ચાએ રહ્યા હતા. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા ચકડોળના માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકચર્ચા ઉભી થઇ હતી.

ચકડોળ માલિકો દ્વારા બેરોકટોકપણે જોખમી સ્ટંટ કરતા યુવાનોને અટકાવવામાં ન આવતા જોખમી સ્ટંટ કરવા દીધા હતા, જેથી કોઈક યુવાનનો જોખમી સ્ટંટ કરતા અકસ્માતમાં ઘટના ઘટે તેમ હોઇ તે માટે જવાબદાર કોણ તે પ્રશ્ન પણ ઉભો થયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ આ યુવકોએ કાયદો હાથમાં લઇ પોતાનો જીવ જોખમમાં મૂકી સ્ટંટ કરતા સ્થાનિક તંત્ર દ્વારા ચકડોળના માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાતો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...