વિકાસ કામોનું લોકાર્પણ:કપડવંજમાં મુખ્યમંત્રીના હસ્તે 68 કામોનું ખાતમુહૂર્ત, લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા

કપડવંજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સરકારના વિવિધ વિભાગોના કપડવંજ ખાતેના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ મુખ્યમંત્રી દ્વારા કુલ રૂ.9456.35 લાખના કુલ 70 વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં મુખ્યમંત્રી દ્વારા કપડવંજ ખાતેથી કુલ રૂ.2026 લાખના ખર્ચે નિર્માણ પામેલ 2 કામોનું લોકાર્પણ તથા રૂ.1509 લાખના ખર્ચે નિર્માણ પામેલ ૬.20 એમ.એલ.ડી ક્ષમતાનો એસ.ટી.પી તથા રૂ.517 લાખના ખર્ચે નિર્માણ પામેલ નવાગામ બેટાવાડા નિરમાલી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા કપડવંજ ખાતે કુલ રૂ.7430.35 લાખના 68 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં કપડવંજ તાલુકામાં રૂ.5991 લાખના ખર્ચે નિર્માણ પામનાર કુલ 57 રોડ તથા રૂ.770.85 લાખના ખર્ચે વારાંશી ડેમથી બેટાવાડા-ભાલ તળાવ તથા જલોયા તળાવ ભરવા માટેની પાઈપલાઈનના કામનું ખાતમુહૂર્ત અને કઠલાલ તાલુકામાં રૂ.668.50 લાખના ખર્ચે નિર્માણ પામનાર કુલ 10 રોડનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે થયુ હતુ.

મુખ્યમંત્રીના વરદ હસ્તે સ્ટેજ પરથી લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં પ્રાંત અધિકારી ડી.બી. મકવાણા સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભવોમાં કેન્દ્રના સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, વિધાનસભા દંડક પંકજભાઈ દેસાઈ, સંસદ સભ્ય રતનસિંહ રાઠોડે પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.એલ બચાણી, માતર ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, પૂર્વ ધારાસભ્ય મણીભાઈ પટેલ, કનુભાઈ ડાભી, નગર સેવા સદનના પ્રમુખ મોનિકાબેન પટેલ સહિત જિલ્લાના અને કપડવંજ કઠલાલ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કપડવંજ શહેર અને તાલુકા સંગઠન અને કઠલાલ શહેર અને તાલુકા સંગઠન દ્વારા, ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ કપડવંજ અને કઠલાલ, કપડવંજ નગરપાલિકા અને કઠલાલ નગરપાલિકાના સદસ્યો, કપડવંજ કેળવણી મંડળ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, લાયન્સ ક્લબ કપડવંજ દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...