• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Kapadvanj
  • In Kapdvanj, The Cow That Was Suffering For A Long Time Came To The Rescue, And With The Help Of The Chief Officer And The Mamlatdar, The Cage Was Sent To The Cage.

પીડાતી ગાયની મદદે આવ્યા અધિકારીઓ:કપડવંજમાં ઘણા સમયથી પીડાતી ગાયની વ્હારે આવ્યા જીવદયા પ્રેમી, ચીફ ઓફિસર અને મામલતદારના સહયોગથી પાંજરાપોળ મોકલી અપાઈ

કપડવંજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાયનું શિંગડુ તુટી જવાથી એમાં જીવાતોનો થર જઈ જતાં પીડાઈ રહી હતી
  • પાંજરાપોળના ડૉક્ટર યશવંતસિંહ દ્વારા તાત્કાલિક સારવાર કરવામાં આવી

ગાયને શાસ્ત્રોમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવામાં રસ્તા પર કે જાહેર જગ્યાએ ગાયો કે અન્ય પશુઓને પડતી મુશ્કેલીઓને કેટલાક લોકો મદદરૂપ થાય છે, તો ઘણા નજર અંદાજ કરી દેતા હોય છે. એવામાં, કપડવંજ મામલતદાર કચેરી કમ્પાઉન્ડ આસપાસ એક ગાય જેનું એક શિંગડુ કોઇ કારણસર તુટી જવાથી એમાં જીવાતોનો થર જઈ જતાં આ અબોલ પશુ પીડાઈ રહ્યું હતું. જેના પર એક જીવદયા પ્રેમીની નજર પડતાં તેમણે મામલતદારને જાણ કરી હતી. જેના પગલે ગાયને પશુ અધિકારી અને અન્ય લોકોની મદદથી પાંજરાપોળ ખાતે મોકલી અપાઈ હતી.

પોલીસ જવાનોએ પણ ગાયને ટ્રેક્ટરમાં મુકવા મદદ કરી
એક જીવદયા પ્રેમીની નજરે આ ગાય પડતાં તેમણે મામલતદાર જય પટેલને જણાવ્યું હતું. તેમજ મામલતદાર જય પટેલ પીડા ભોગવી રહેલ ગાય માટે તાત્કાલિક પશુ અધિકારી યશવંતસિંહને જાણ કરતા તેમણે આ ગાય પાંજરાપોળ સુધી પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો તેનું ઓપરેશન થઈ જશે એવી ખાત્રી આપી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર સાવનકુમાર રતાણીને રજુઆત કરવંમાં આવતાં તાત્કાલિક નગરપાલિકાના સ્ટાફ સાથે ગાયને પાંજરાપોળ સુધી લઈ જવા માટે ટ્રેક્ટર મોકલી આપ્યું હતું. તે દરમિયાન ગાય ટાઉન પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ ઘુસી જતા પોલીસ સ્ટેશનના મેઈન ગેટ ઉપર ટ્રેક્ટર ગોઠવી દેવાયું હતું અને આ સમયે પોલીસ જવાનોના સ્ટાફે પણ ગાયને ટ્રેક્ટરમાં મુકવા મદદરૂપ થઈને માનવતાવાદી અભિગમ દર્શાવ્યો હતો.

તાત્કાલિક ગાયની સારવાર કરવામાં આવી
ત્યારબાદ પાંજરાપોળના ડૉક્ટર યશવંતસિંહ દ્વારા તાત્કાલિક ગાયની સારવાર કરવામાં આવી હતી. શ્રાવણના પવિત્ર માસમાં ગાયની જીંદગી બચાવવાના પ્રયત્નોથી નજરે નિહાળનારા ગૌભકતોમાં ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. ઉપરાંત માનવતાનું ઉદાહરણ અધિકારીઓ દ્વારા વ્યક્ત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...