ગણેશ વિસર્જનની શોભાયાત્રા:કપડવંજમાં શિવનેરી ગણેશ યુવક મંડળ દ્વારા શોભાયાત્રાના રથનું પ્રસ્થાન મહિલાઓએ કરાવ્યું

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગણેશ વિસર્જનને લઈને હાલ રાજ્યભરમાં અનેક જગ્યાએ ધામધૂમ પૂર્વક તૈયારીઓ ચાલી છે. સમગ્ર ગુજરાત હાલ દાદાના રંગે રંગાઈને ગણપતિ બાપા મોરિયાના જયકાર સાથે વિસર્જન યાત્રાના જોડાઈ રહ્યા છે. એવામાં કપડવંજ શહેરમાં અમથા પારેખની ખડકીની બહાર શિવનેરી ગણેશ યુવક મંડળ દ્વારા સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છઠ્ઠા દિવસે ગણપતિ વિસર્જનની શોભાયાત્રા નીકળી હતી. શ્રી ગણેશ વિસર્જનના રથને ફક્ત મહિલાઓ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

શિવનેરી ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ પ્રસંગે દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ હતું. વિસર્જન શોભાયાત્રામાં રથનું પ્રસ્થાન ફક્ત મહિલાઓ દ્વારા કરવામાં આવતા ગણેશ ભક્તોએ મહિલાઓને અભિનંદન પાઠવ્યા હતા. શુભ કાર્યને બિરદાવ્યું હતું, તો આ રીતે મહિલાઓ દ્વારા ભગવાન ગણેશજીના રથને પ્રસ્થાન કરાવતાં અલગ જ ભક્તિ ભાવના દ્રશ્યો સર્જાયા હતા. અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ અને ઉમદા ઉદાહરણ જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...