કાર્યવાહી:કપડવંજમાં ફૂડ વિભાગનું છ દુકાનોમાં ચેકિંગ, સેમ્પલ લીધાં

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નડિયાદ દ્વારા કપડવંજ શહેરમાં આવેલી ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. શહેરની દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નડિયાદના એચ કે સોલંકી અને તેમની ટીમ દ્વારા કપડવંજ શહેરમાં આવેલ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરમાં આવેલ દુકાનો પૈકી છ જેટલી દુકાનોમાંથી બે ચીજ વસ્તુઓના નમુનાઓ લઇ એફએસએલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...