માંગણીઓનો સત્વરે ઉકેલ લાવવા અનુરોધ:કપડવંજમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ ફરજ ઉપર હાજર ન રહી આંદોલન છેડયું

કપડવંજ19 દિવસ પહેલા

કપડવંજમાં અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ કપડવંજ તાલુકાની આંગણવાડી કાર્યકરો તેડાગર મળી અંદાજે 500થી વધુ બહેનોએ પોતાના હક માટે તારીખ 01/09/2022થી પોતાની ફરજ ઉપરથી અળગા રહી પ્રશ્નોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી ફરજ ઉપર હાજર ન રહી આંદોલન છેડ્યું છે. આ અંગે આંગણવાડી કાર્યકરો અને તેડાગરોએ આજ રોજ કપડવંજ પ્રાંત કચેરીના સીરસ્તેદારને એક આવેદનપત્ર સુપ્રત કરીને ન્યાયની માંગણી કરી છે.

તેઓની માંગણી છે કે, માનદ વેતનના નામે નજીવા વેતનથી કામ કરતી મહિલાઓને મિનિમમ વેજીસ એક્ટ હેઠળ થતું મહેનતાણું ચૂકવી આપો. તો આ સાથે તમામ આંગણવાડી કાર્યકર વતી ડિમ્પલબેન પટેલના જણાવ્યા અનુસાર લઘુતમ માસિક રૂપિયા 18,000થી 22,000ની અમારી માંગણી માન્ય રાખો. સરકારના તમામ ધારા ધોરણો અનુસાર કામ કરતી મહિલા કર્મચારીને સરકારી કર્મચારી જાહેર કરો, નિવૃત્તિ બાદના તમામ લાભ સરકારી કર્મચારીઓના ધોરણે ચૂકવી આપવામાં આવે. આંગણવાડીનો સમય સવારે 10થી સાંજના 4નો કરો, તેડાગરને કાર્યકરનું તથા કાર્યકરને મુખ્ય સેવિકાની નામનિયુક્તિ કોઈપણ જાતની વયમર્યાદા સિવાય આપો 45 વર્ષની વય મર્યાદાનો પરિપત્ર રદ કરો, કાર્યકરો પાસેથી રજીસ્ટર તેમજ મોબાઇલ એપ બંનેની કામગીરી લેવાની પ્રથા બંધ કરી ગમે તે એક જ સિસ્ટમ અપનાવવામાં આવે. મીની આંગણવાડીની પ્રથા બંધ કરી તેને રેગ્યુલર આંગણવાડીનો દરજ્જો આપવામાં આવે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપતી કાર્યકરોને પણ પ્રાથમિક શિક્ષણ આપતા કર્મચારીની જેમ વેતન અને સુવિધા આપો. જેવી અનેક માંગણીઓ સાથે રજૂઆત કરી છે ઉપરોક્ત માંગણીઓનો સત્વરે ઉકેલ લાવવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...