માગણી:કપડવંજમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ પગાર વધારા મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફક્ત રૂા.1600, 1400, 500 જેવા નજીવા વળતરમાં પરિવાર ચલાવવો મુશ્કેલ

રાજ્યભરમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા પગાર વધારા મામલે રજૂઆતનો દોર ચાલ્યો છે. ગુરૂવારે મહિસાગર જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી પગાર વધારાની માંગ કરવામાં આવી હતી, જે બાદ શુક્રવારના રોજ કપડવંજ તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા પણ આવેદનપત્ર આપી પગાર વધારાની માંગ કરી હતી.

કપડવંજમાં મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરકારની મધ્યાહન ભોજન યોજનામાં વર્ષોથી સંચાલક, રસોયા અને મદદનીશ તરીકે ફરજ બજાવવા ઉપરાંત તેઓને 1600, 1400, 500 રૂપિયા જેવું નજીવું વેતન મળે છે. જે હાલની મોંઘવારીમાં કુટુંબનું ગુજરાન ચલાવવું આટલા વેતનમાં પોસાય તેમ નથી.

કર્મચારીઓના વેતનમાં વધારો કરી કાયમી ધોરણે ન્યાય આપવાની માંગણી કરવામાં આવી હતી. યોજનામાં કામ કરતી વિધવા, ત્યકતા, અપંગ બહેનો પણ સામેલ છે. જેમનો પગાર વધારો થાય તેવી માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...