સમસ્યા:કપડવંજમાં ચોમાસામાં તકલીફ ન પડે તે માટે ભરઉનાળે વીજકાપથી લોકો અકળાયા

કપડવંજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિમોન્સુન કામગીરીના નામે લોકોને આકરી ગરમીમાં બાનમાં લેવાતાં હોવાનો રોષ

ઉનાળાની અસહ્ય ગરમીમાં કપડવંજ પંથકમાં છેલ્લા દસ-પંદર દિવસથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતા પ્રજા પરેશાન થઈ રહી છે. કાળઝાળ ગરમીમાં આ સમસ્યાનો ઉકેલ સત્વરે આવે તેવી લોક લાગણી છે.

સમગ્ર બાબતે એમ.જી.વી.સી.એલ ના નાયબ કાર્યપાલક ઇજનેર આર.એમ.પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે કપડવંજમાં વીજકાપનો કોઈ પ્રશ્ન નથી, ચોમાસા અગાઉની દર વર્ષે થતી સમારકામની કામગીરી અલગ-અલગ ફિડરોમાં જે જગ્યાએ ઝાડની ડાળી કાપવાની હોય, વાયરો લુસ થઈ ગયા હોય તથા જરૂરી સમારકામ સત્વરે પાર પડે અને ચોમાસા અગાઉથી જ ચોમાસામાં ઓછામાં ઓછું નુકસાન થાય અને જાહેર જનતાને ઓછી તકલીફ પડે તેના ભાગરૂપે આ સમગ્ર કામગીરી ચાલી રહી છે.

છેલ્લા દસ દિવસથી આ કામગીરી ચાલી રહી છે. આગામી દસ-પંદર દિવસ પણ અલગ-અલગ વિસ્તારોમાં હળવા તથા ભારે દબાણની લાઈનમાં સમારકામની કામગીરી ચાલુ રહેશે. અગાઉ માર્ચ અને એપ્રિલના સમયમાં ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ તથા યુનિવર્સિટીની અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચાલતી હતી. તે સમયે પરીક્ષાર્થીઓ અને જાહેર જનતાના હિતમાં સમારકામ કર્યું નહોતું, પણ તે સમયે એ સમયગાળા દરમિયાન તે પેટ્રોલિંગ કરી ક્યાં ક્યાં સમારકામ કરવા જેવું છે તેની વિગતો મેળવી હતી જેનું હાલમાં સમારકામ ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...