મેઘો મહેરબાન:કપડવંજ પંથકમાં સારો વરસાદ પડતાં સાવલી તળાવમાં 10 ફૂટ પાણી ભરાયું, આજુબાજુના પંથકમાં ખુશીની લહેર

કપડવંજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 ફૂટ પાણી ભરાતાં આજુબાજુના પંથકમાં ખુશીઓની લહેર
  • વરસાદ પડતાં 48% તળાવ ભરાયું - સિંચાઈ વિભાગ અધિકારી

કપડવંજથી ડાકોર રોડ ઉપર 9 કિલોમીટર દૂર ખેડા જિલ્લાનું 999 વીઘામાં પથરાયેલું સાવલી તળાવ જે હાલ મેઘરાજાની અવિરત મહેરબાની થી સાવલી તળાવમાં નવા નીરની પધરામણી થઈ છે. ત્યારે સાવલી તળાવનો ઇતિહાસ જોતાં, ગુજરાતમાં 1902ની સાલમાં છપ્પનિયો દુકાળ પડ્યો હતો. આ ભયંકર દુષ્કાળમાં આમ જનતાને રોજી રોટી મળે તેવા શુભ હેતુથી દુષ્કાળ રાહત માટે આ તળાવ બાંધવામાં આવ્યું હતું. તે સમયે તેનો ખર્ચ 2.32 લાખ સરકારે મંજૂર કર્યો હતો, આ બંધની લંબાઈ 7550 ફૂટ છે અને પહોળાઈ મથાળે 10 ફૂટ છે.

પાણીનું લેવલ 10 ફુટ સુધી છે એટલે કે 48% તળાવ ભરાઈ ગયું
તળાવમાં પાણી સંગ્રહની ક્ષમતા 172 મિલિયન ક્યુસેક છે. આ તળાવથી કપડવંજ તાલુકાના સાવલી, ભાદરવાના મુવાડા, વિશ્વનાથપુરા, ભાથીજીના મુવાડા નવાપુરા ,દુજેવાર, દહીંયપ સહીત આસપાસના 10 થી વધુ ગામોને સિંચાઈ તથા પીવાનું પાણી મળી રહે છે. પરંતુ, આ વર્ષે ઉનાળાના પ્રારંભથી તળાવના તળિયા દેખાતા હતા. પરંતુ ચોમાસાની ઋતુમાં મેઘરાજાની મહેર થતા આ સાવલી તળાવમાં નવા નીર આવ્યા છે. હાલ સાવલી તળાવમાં પાણીનું લેવલ 10 ફુટ સુધી છે એટલે કે 48% તળાવ ભરાઈ ગયું છે.

ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી
આ અંગે, ડાકોર સિંચાઈ વિભાગના અધિકારી સી.સી. રાઠોડના જણાવ્યા મુજબ, પાણીનું લેવલ 15 ફૂટ સુધી આવે એટલે એવું કહેવાય કે તળાવ ભરાઈ ગયુ છે. ચોમાસા અગાઉ તળાવમાં પાણી સાવ સુકાઈ ગયું હતું. પણ, હવે પાણીના નવા નીર આવવાથી આજુબાજુના ગામના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...