ભાસ્કર ઇમ્પેક્ટ:કપડવંજના કિશનને મળી વ્હીલચેરની ભેટ; અમદાવાદના એક મહિલા મદદે આવ્યા અન્ય એક દાતાએ રાશન માટે મદદ કરી

કપડવંજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિશન અને પરિવારજનોએ દિવ્ય ભાસ્કરનો આભાર વ્યક્ત કર્યો

કહેવાય છે કે, જેમનામાં ટેલેન્ટ હોય અને કંઈક કરવાની ખેવના હોય એમના માટે અનેક લોકો મદદરૂપ થવા તૈયાર જ હોય છે. પ્રિન્ટ મીડિયા કે સોશિયલ મીડિયામાં આપણે રોજબરોજના આવા પ્રેરણાદાયી કિસ્સાઓ કે પ્રેરણારૂપ વાર્તાઓ જોઈએ વાંચીએ છીએ. ગયા અઠવાડિયે કપડવંજના શાંતિનગરમાં રહેતા કિશન ભીલની સ્ટોરીની નોંધ દિવ્ય ભાસ્કરના ડિજિટલ માધ્યમ લેવાઈ. જેને લાખો લોકોએ જોઈ અને કિશનભાઈના સંઘર્ષમય જીવન વચ્ચે પણ જીવનમાં કૈક શીખવા અને કંઈક કરવાના વિચારોમાંથી પ્રેરણા લેવાની વાત મૂકી હતી. સાથે જ કિશનને અનેક સંઘર્ષ હોવા છતાં કોઈ પાસે મદદની અપેક્ષા નથી, પણ આત્મ નિર્ભર બનવાની વાત સહુ કોઈને ગમી ગઈ.

કિશન અને પરિવારજનોએ દિવ્ય ભાસ્કરનો આભાર વ્યક્ત કર્યો
કિશનનું આ પ્રેરણાત્મક જીવન અને તેની તૂટેલી ખુરશી સાથેનો સંઘર્ષ અમદાવાદના એક મહિલાને સ્પર્શી જતાં તાત્કાલિક ધોરણે કપડવંજના ન્યૂ રમેશ મેડિકલ સ્ટોરનો સંપર્ક કરી કિશન માટે વ્હીલચેરની વ્યવસ્થા કરી અને આજે કિશનને નવી વ્હીલચેર મળી ગઈ છે. જેથી કિશનને નાના મોટા કામ માટે ક્યાંક આવવા જવા સરળતા થઈ જશે. જેનાથી તેની ઘણી તકલીફો ઓછી થઈ જશે. ઉપરાંત અન્ય એક દાતા દ્વારા પણ કિશનને ઘરમાં મદદ મળી રહે તે માટે જરૂરિયાત ચીજ વસ્તુઓ મોકલી આપી હતી. વ્હીલચેર મળતાં જ કિશન અને પરિવારજનોએ દિવ્ય ભાસ્કર ડિજિટલ માધ્યમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...