કપડવંજથી બાયડ જતાં વાયા નિરમાલી આબવેલ ગામ નજીક વાઘેશ્વરી માતાજીના મંદિરની બાજુમાં જ એક ગરનાળુ આવેલું છે. મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર આ ગરનાળુ 40થી 45 વર્ષ પહેલાનું છે. જેમાં હાલ, નીચેથી સ્લેબ તૂટતાં કાટ ખાઈ ગયેલા સળિયા દેખાતા થયા છે. ઉપરાંત, બાજુમાં પણ કેટલોક ભાગ તૂટેલી હાલતમાં જોવા મળે છે.
વરસાદી પાણી આવે તો પણ નુકશાન થવાની ભીતિ
કપડવંજથી બાયડ વાયા નિરમાલી જવાનો આ રોડ પર રોજના હજારો નાના મોટા વાહનો પસાર થાય છે. આ માર્ગ કપડવંજ સહિત બાયડ તેમજ અમદાવાદ જવા માટે પણ ઉપયોગમાં લેવાઇ રહ્યો છે. ત્યારે વાઘેશ્વરી માતાજીના મંદિરની બિલકુલ સામે આવેલા આ ગરનાળામાં ઘણા સમયથી સ્લેબ તૂટતા આ ગરનાળુ આવનાર સમયમાં મુસાફરી કરી રહેલ લોકો માટે જોખમ રૂપ બની શકે એમ છે. જે વાતને નકારી શકાય નહીં. ગરનાળામાં તેની જોડતી મોટી કોતર આવેલ છે, જો વધુ વરસાદ થાય તો એમાં વરસાદી પાણી આવે તો પણ નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
સ્લેબ તૂટતાં કાટ ખાઈ ગયેલા સળિયા દેખાતા થયા
આ રોડ બાયડથી અરવલ્લી તેમજ દહેગામથી અમદાવાદ જિલ્લાને પણ જોડે છે. જેમાં, ઝાંઝરી, કેદારેશ્વર મહાદેવ તેમજ ઉત્કંઠેશ્વર મહાદેવ જતાં રાહદારી, પ્રવાસી માટે પણ આ ગરનાળા ઉપરનો રસ્તો ઉપયોગમાં લેવાતો હોય છે. ત્યારે પૂજારી અને ગામના સરપંચ તેમજ રાહદારીઓની તંત્રને રજૂઆત છે કે, ગરનાળાની જે તે જર્જરિત હાલતમાં છે એ પરિસ્થિતિની મુલાકાત નોંધ લઈ તેની મરામત કરવામાં આવે અને આવનાર સમયમાં કોઈ અકસ્માત ન સર્જાય અથવા તેને રોકી શકાય તે માટે તંત્રને રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.