કાર્યક્રમ:ગાડિયારા પ્રાથમિક શાળાના શિક્ષક ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત

કપડવંજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50 થી વધુ સ્થળે 5000થી વધુ શિક્ષકોને તાલીમ આપી

શિક્ષક વર્ગ માટે પ્રતિષ્ઠિત ગણાતો ચિત્રકુટ એવોર્ડની કોરોના કાળ બાદ ફરી એકવાર આયોજન કરવામાં આવ્યું. જાણીતા કથાકાર મોરારીબાપુ દ્વારા દર વર્ષે આ એવોર્ડ યોજવામાં આવે છે. અને રાજ્યના દરેક જિલ્લામાંથી એક શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરવામાં આવતી હોય છે. ત્યારે કોરોના કાળ દરમિયાન 2 વર્ષ સુધી બંધ રહેલ આ એવોર્ડ કાર્યક્રમનું આજે તલગાજરડા, ભાવનગર ખાતે આયોજન થયું હતું. આ વર્ષે યોજાયેલા એવોર્ડ કાર્યક્રમમાં વર્ષ 2020-21 એમ બન્ને વર્ષ માટે પસંદ કરાયેલ શિક્ષકોને એવોર્ડ આપવામાં આવ્યો હતો. કઠલાલ તાલુકાના ગાડીયારા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક મિનેષભાઈ કાંતિલાલ પ્રજાપતિની વર્ષ 2020 માટે પસંદગી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મિનેષ ભાઈ છેલ્લા 17 વર્ષથી શિક્ષક અને મુખ્ય શિક્ષકની જવાબદારી નિભાવે છે. તે બાળકો, સમાજ અને અન્ય લોકોને નવી ઉંચાઈ પર લઈ જવા પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ દિલ્હી, સાપુતારા, વડોદરા, ગાંધીનગર, IIM અમદાવાદ જેવા 50 થી વધુ સ્થળે 5000 થી વધુ શિક્ષકોને તાલીમ આપી ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...