લાલીયાવાડી:7 વર્ષથી કોસમ પેટા આરોગ્ય કેન્દ્રના મકાનનું કામ ખોરંભે

કપડવંજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારી-બારણા, ફ્લોરિંગ અને લાઇટિંગનું બાકી અધૂરુ
  • સ્થાનિક રહિશોઅે ઠેઠ ગાંધીનગર સુધી રજૂઅાત કરવા છતાં પરિણામ શૂન્ય

કપડવંજ તાલુકાના આંત્રોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબા હેઠળ આવતા કોસમ પેટા આરોગ્યના મકાન ધોળાકુવા ગામમાં સાત વર્ષ પૂર્વે બનાવવામાં આવી રહ્યું હતું. જે આજદિન સુધી પૂર્ણ કરવામાં આવ્યું નથી. જેને લઇને કોસમ અને ધોળાકુવા ગામના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ગામના અગ્રણી બળદેવસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે વર્ષ 2015-16માં આ મકાનનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું.

જે સાત વર્ષ જેટલો સમય થયો હોવા છતાં પણ કામ પૂર્ણ કરવામાં આવી રહ્યું નથી. જેથી ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત મકાનના કમ્પાઉન્ડમાં પુષ્કળ પ્રમાણમાં ઝાડી-ઝાંખરાથી ભરાઇ ગયેલ જોવા મળ્યું હતું. મકાનમાં બારી-બારણા, ફ્લોરિંગ અને લાઇટિંગનું કામ છેલ્લા કેટલા વર્ષથી ખોરંભે ચઢ્યું હતું.

જેને કારણે કોસમ અને ધોળાકુવા ગ્રામ પંચાયત વિસ્તારના ગ્રામજનોને આરોગ્યક્ષેત્રે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. ઉપરાંત કોસમ પેટા આરોગ્ય કેન્દ્રને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો દરજ્જો મળ્યો હોવાથી એક કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, એક મલ્ટી પર્પસ હેલ્થ વર્કર અને એક ફિમેલ હેલ્થ વર્કર અને આશા વર્કરો ફરજ બજાવી રહ્યા છે, ત્યારે તેઓને માટે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચલાવવા માટેનું મકાન નહીં હોવાને કારણે પરેશાન થવાની સ્થિતિ સર્જાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...