"ખેતરોમાં કરેલા ખાડા ક્યારે પુરાશે?":કપડવંજના ઘડિયાથી છભૌના સુધી ખોદેલી 5 કિમી પાઇપલાઇનને લઈને ખેડૂતો પરેશાન, અનેકવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ નહિ

કપડવંજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપડવંજના ઘડિયાથી છભૌના સુધી પાઇપ લાઇન કામને લઈ ખેડૂતો પરેશાન
  • ઘણા સમયથી ખાડા કરેલ હોવાથી ખેતી કામમાં પડી રહી છે મુશ્કેલીઓ

કપડવંજ તાલુકાના ઘડિયાથી છભૌ સુધીની અંદાજે પાંચ કિલોમીટર પાઇપ લાઇન નાખવાની પ્રક્રિયા ગુજરાત સરકારે પાણીના પ્રશ્ન હલ થાય તે માટે મંજૂરી કરેલ છે. ત્યારે છેલ્લા છ મહિનાથી જે એ એજન્સી પાંચ કિલોમીટરની લાઇન ખોદીને હાલ અધૂરું કામ મૂકી દીધું છે અને કામ પૂર્ણ કર્યુ નથી. જેને લઇને ખેડૂતોના ખેતરમાંથી આ લાઈન જતી હોવાથી ખોદાણ કરેલું છે. જેના કારણે ખેડૂતો હેરાનગતિ ભોગવી રહ્યા છે.

પાંચ કિલોમીટરની લાઇન ખોદીને હાલ અધૂરું કામ મૂકી દીધું
આ અંગે કપડવંજ તાલુકા ભાજપના પ્રમુખ ધુળસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, છભૌથી ઘડિયા અંદાજે પાંચ કિલોમીટરની પાઇપલાઇન સરકાર દ્વારા પાણીનો પ્રશ્ન હલ થાય તે માટે મંજૂર કરવામાં આવી હતી. પરંતુ, છેલ્લા છ મહિનાથી જે એ એજન્સી પાંચ કિલોમીટરની લાઇન ખોદીને હાલ અધૂરું કામ મૂકી દીધું છે અને કામ પૂર્ણ કર્યુ નથી. જેને લઇને ખેડૂતોના ખેતરમાંથી આ લાઈન જતી હોવાથી ખોદાણ કરવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતો હેરાનગતિ ભોગવી રહ્યા છે. છભૌ થી પાઇપ લાઇન દ્વારા ઘડીયા તળાવમાં પાણી નાખવાની યોજના શરૂ થઈ રહેલ હોવાની વિગત સાથે જે હાલ એજન્સીએ પૂરું કરેલ નથી તેમ જાણવા મળ્યું હતું.

તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા હોવાના આક્ષેપ
પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા છ મહિનાથી લાઈન ખોદી રાખી છે. પણ કામ એજન્સીએ પૂર્ણ કરેલ નથી. સ્થળ પર પણ મુલાકાત લીધેલ છે, અને આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાનું જણાઈ રહ્યું છે. આ અંગે બાયડ- હિંમતનગર વાત્રક જળાશય યોજનાના અધિકારીઓને પણ રજૂઆત કરેલી છે, પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડએ પણ રજૂઆતો કરી છે. છતાં પણ કોઈ પરિણામ આવતું નથી.

ખેતરોમાં ખોદેલી લાઈનથી ખેડૂતો હેરાન-પરેશાન
ખેડૂતો હાલ આ પાંચ કિલોમીટરની લાઇન તેમના ખેતરોમાં ખોદેલી હોવાથી હેરાન થઈ રહ્યા છે. લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, સરકાર દ્વારા યોજના મંજૂર કરેલ હોવા છતાં પણ અધિકારીઓ અને એજન્સીઓની મીલી ભગતના કારણે સરકારના પૈસાનો દૂર વ્યય થઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. સાથે જ તંત્ર દ્વારા આ પાઇપલાઇનનું કામ પૂર્ણ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...