ધરતીપુત્રોના માથે સંકટનાં વાદળ:પાછોતરા વરસાદને પગલે મગફળીના પાકમાં નુકશાન મામલે સહાય આપવા ખેડૂતોની માગ; મામલતદારને આવેદનપત્ર અપાયું

કપડવંજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગયા અઠવાડિયે થયેલા વરસાદી ઝાપટામાં ખેડૂતોની આ સીઝનમાં કરેલ મહેનત અને દવા બિયારણમાં વાપરેલા પૈસા ઉપર વરસાદી પાણી ફરી વળ્યું છે. એમાંયે મગફળીના પાકમાં અથાગ પ્રયાસો કર્યા બાદ હવે જ્યારે પાક લેવાનો સમય આવ્યો ત્યારે જ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો દ્વારા તંત્ર પાસે વળતર રૂપે સર્વે કરી સરકાર મદદ કરે એ આશાથી રજુઆત કરવામાં આવી રહી છે, ત્યારે તેલનાર ગામના ખેડૂતો દ્વારા આજે બુધવારે મામલતદાર કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું હતું.

મામલતદાર કચેરીએ જઈને આવેદનપત્ર અપાયું
આ આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં તેલનાર ગામમાં મગફળીનું બહુ સારા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું. તેલનારમાં આશરે 400થી 500 હેક્ટરમાં લગભગ વાવેતર કરવામાં આવ્યું હતું. આ વર્ષે સારો વરસાદ થવાથી મગફળીનો પાક અને સારો થયો હતો. પરંતુ દશેરા પછી ખરીફ પાકની વાવણી પણ પુરજોશમાં ચાલુ કરી હતી. પરંતુ ખેડૂતોને કુદરતે એવી થપાટ મારી કે, જમીનમાંથી મગફળી કાઢી નાખ્યા પછી પાછો વરસાદ થવાથી મગફળી સંપૂર્ણ નષ્ટ થવા પામી છે. આ સાથે પશુઓ માટેનો ઘાસચારો પણ સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે. તો હવે પશુઓ માટે ઘાસચારો લાવવો ક્યાંથી તે મોટો યક્ષ પ્રશ્ન છે. આ પ્રસંગે તેલનાર ગામના ખેડુતોએ રજૂઆત કરીને કહ્યું હતું કે; આ બાબતે ત્વરિત ધોરણ સર્વે કરીને નુકસાની સહાય વહેલી તકે મળે તો ખેડૂતોને થોડે અંશે રાહત મળે.

અન્ય સમાચારો પણ છે...