દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર:દ્રષ્ટિ–ડૉન બોસ્કો સંસ્થા દ્વારા સિંઘાલી ગામે આરોગ્ય કેમ્પ-આરોગ્ય જાગૃતિ શિબિર યોજાઇ; 85 દર્દીઓને મફત દવા અપાઈ

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજ ​​​​ની ​દ્રષ્ટિ​​​​​​-ડૉન બોસ્કો સંસ્થા દ્વારા સિંઘાલી ગામના લોકોની સુખાકારી અને જન આરોગ્ય સુધારા માટે નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ ગઈકાલે શનિવારે યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ગામના તથા આસપાસના વિસ્તારના 36 ભાઈઓ અને 49 સ્ત્રીઓ સહિત કુલ 85 દર્દીઓને તજજ્ઞ ડોક્ટર દ્વારા ચકાસીને મફતમાં દવા-ગોળી આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરની પણ ચકાસણી કરવામાં આવી હતી. ગામની પંચાયત દ્વારા આ કેમ્પ માટે જગ્યા આપવામાં આવી હતી. ગામના સેવાભાવી લોકો, પંચાયત સ્ટાફ અને આશા વર્કર બહેનોએ ખૂબ સારો સહયોગ આપ્યો હતો.

36 ભાઈઓ અને 49 સ્ત્રીઓ સહિત કુલ 85 દર્દીઓને મફત દવા અપાઈ
આરોગ્ય કેમ્પના આગળના દિવસે રીક્ષા ફેરવીને તથા પત્રિકાઓ વહેંચીને આસપાસના ગામોમાં પણ પ્રચાર પ્રસાર કરવામાં આવતો હતો. ડૉ. હાર્દિક પટેલ [એમ, ડી, ફિઝીશીયન દ્વારા સેવા આપવામાં આવી હતી. આ સાથે જ આજના દિવસે ગામની કિશોરીઓ અને સગર્ભા/ ધાત્રી માતાઓ માટે આરોગ્ય જાગૃતિ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુપોષણ, રસીકરણ, માસિક સ્ત્રાવ, શારીરિક ભાવનાત્મક બદલાવ, પરિવાર નિયોજન, સરકારી યોજનાઓ, વ્યક્તિગત સ્વચ્છતા વગેરે જેવી બાબતો ઉપર સમજુતી આપવામાં આવી હતી.

સવારના સત્રમાં કુલ 16 કિશોરીઓ અને બપોર બાદના સત્રમાં કુલ 11 સગર્ભા અને ધાત્રી માતાઓએ ભાગ લીધો હતો.આ માટે ગામની ધોરણ 7-8ની કિશોરીઓને આવરી લેવામાં આવી હતી. તાલીમકાર શેરીનબેન દ્વારા આ બંને શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...