પાણીની સમસ્યા:કપડવંજ તાલુકાના વડોલ અને માલઈટાડીના પેટા પરા વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરતા માત્ર પાણી પુરવઠાના હેન્ડ પંપ રીપેર થશે તેમ કહેવાય છે

ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં જ્યારે પાણી વગર રહી શકાય એમ ન ત્યારે કપડવંજ તાલુકાના વડોલ પેટા પરા ઘજાપુરા ભીમલીયા અને ડોડીયાપુર વિસ્તારમાં પાણીનો પ્રશ્ન દિવસેને દિવસે વિકટ બની જતા ગ્રામજનો માટે ચિંતાનો વિષય બની ગયો છે. વડોલ ગ્રામ પંચાયત પેટા પરા ઘજાપુરામાં છેલ્લા એક વર્ષથી પાણી આવતું નથી અને ગ્રામજનો પીવાના પાણી માટે અંદાજે 2 કિલોમીટર દૂર ખેતરમાં ટ્રેક્ટરથી પાણી લેવા મજબૂર બન્યા છે. ગામના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહીં માણસોની પીવાના પાણીની સમસ્યા છે, ત્યાં પશુઓની તો શું વાત કરવી તેવી પરિસ્થિતિ છે.

આ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ ઘજાપુરામાં પાણીની સમસ્યા દૂર કરવા તંત્ર દ્વારા વનોડા જુથ યોજનાનું પાણી ખાખરીયાવન થી જોઈન્ટ આપી દેતો ઘજાપુરાના ગ્રામજનોને પાણી મળી રહે તેમ છે. તેમાં પાઇપ લાઇન પણ નાખેલ છે આવી જ રીતે કપડવંજ તાલુકાના માલઈટાડી પગી ભાગના પેટાપરા ગડદાલાટ, ગડદાનામુવાડા, આટા વિસ્તાર, ગમાનજીના મુવાડા, ઈન્દીરા નગરીમાં પણ લસુન્દ્રા ફાગવેલ જુથ યોજનાનું પાણી આવતું જ નથી અને આ અંગેની રજૂઆત અધિકારીઓ સાંભળતા નથી તેવું ગ્રામજનોનું કહેવું છે. હેન્ડ પંપ રીપેર થતા નથી અને સરકાર ના ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરવામાં આવે તો જણાવે છે કે માત્ર પાણી પુરવઠાના હેન્ડ પંપ રિપેર થશે એવું જણાવે છે. હાલ તો આ પૂર્વ પંથકના આ વિસ્તારના પેટાપરાના ગ્રામજનો પાણી વિના યાતના ભોગવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...