કામગીરી:કપડવંજ અને કઠલાલ પોલીસે ઝડપેલા દારૂના જથ્થાનો નાશ

કપડવંજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 32 લાખના દારૂની બોટલો પર બૂલડોઝર ફરતાં ખાબોચિયા ભરાયા

કઠલાલ પોલીસ સ્ટેશન અને કપડવંજ સીટી પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનાઓમાં ઝડપાયેલ વિદેશી દારૂનો નાશ કપડવંજ તાલુકાના તૈયબપુરા ખાતે કરવામાં આવ્યો હતો. અલગ અલગ જગ્યાએ થી ઝડપાયેલા દારૂનો નાશ કરવાનો હુકમ થતાં કામગીરી કરવામાં આવી હતી.

બંને પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનાઓમાં ઝડપાયેલ આશરે 16 હજાર જેટલી દારૂની બોટલ કિં 32 લાખના મુદ્દામાલ પર બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો. આ પ્રક્રિયામાં કપડવંજ પ્રાંત અધિકારી ડી બી મકવાણા, ઇ. ડીવાયએસપી બાજપાઈ, કઠલાલ પી.એસ.આઈ બી.એમ માલી અને કપડવંજ સી.પી આઈ વી.જી.પ્રજાપતિ, કપડવંજ મામલતદાર જય પટેલ, કઠલાલ મામલતદાર જીજ્ઞાબેન પટેલ સહિતના અધિકારીઓ અને સ્ટાફ હાજર રહી કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...