કપડવંજના તોરણામાં આવેલ બેન્ક ઓફ બરોડાના કન્યાશાળાની વિદ્યાર થીનીઓને પાસબુકમાં બેન્કના કર્મચારીઓ બહાના આપી પ્રિન્ટ ન કરી આપતા મામલો બિચક્યો હતો. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ પોતાનો અભ્યાસ બગાડી બેન્ક બહાર હોબાળો કર્યો હતો.
કન્યા શાળામાં અભ્યાસ કરતી 100 થી વધુ વિદ્યાર્થીનીઓએ બેંક ખાતે પહોંચી હોબાળો કરતા ગ્રામજનો એકઠા થઇ મામલો થાળે પાડ્યો હતો. વિદ્યાર્થીનીઓ પોતાનો અભ્યાસ છોડી શાળામાંથી સીધા જ બેંક ઓફ બરોડા બહાર જઈ પાસબુકમાં એન્ટ્રી કરી ન આપતા નારા સાથે તોરણા ગામને ગજવ્યું હતું. આ અંગે વિદ્યાર ્થીનીઓએ જણાવ્યું હતું કે અભ્યાસ છોડી એન્ટ્રી પડાવવા માટે બેંકમાં પહોંચ્યા હતા. જ્યાં બેંકના કર્મચ રીઓઅે પાસબુકમાં એન્ટ્રી નહીં પાડી આપવા ના યેનકેન પ્રકારે બહાના દેખાડ્યા હતા. જેને લઇ રોષ ફેલાયો હતો.
બેંક કર્મચારીઓ જુદા જુદા બહાના બતાવે છે
હું મારી દીકરીને લઈને બે વખત બેંક ઓફ બરોડામાં પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે ગઈ પરંતુ કર્મચારીઓ દ્વારા દર વખતે જુદા જુદા બહાના બનાવી પાસબુકમાં એન્ટ્રી નથી પાડી આપતા. મંગુબેન પરમાર, વાલી.
શિષ્યવૃતિ આવી છે કે નહીં તે જાણવા એન્ટ્રી જરૂરી
અમને સરકારમાંથી પરિપત્ર થયો છે કે કોઈપણ વિદ્યાર્થી ગણવેશ શિષ્યવૃતિ સહાયથી વંચીતના રહે તે માટે વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ જમા થઈ કે કેમ તે માટે જવું પડે છે. પરંતુ અમને વાલીઓએ રજૂઆત કરી હતી કે બેંક કર્મચારીઓ પાસબુકમાં એન્ટ્રી કરી આપતા. મયંકભાઇ ગઢવી, આચાર્ય, કન્યા શાળા, તોરણા.
બેંક મેનેજરે ફોન સ્વીચ ઓફ કરી દીધો
સમગ્ર બાબતે બેંક ઓફ બરોડાના બ્રાંચ મેનેજરને ફોન કરતાં એક વખત રીંગ વાગ્યા બાદ બેંક મેનેજરે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.