જાગૃત યુવાનની ટકોર:કપડવંજથી અનારા સ્ટેટ હાઇવે ડબલ રોડ કરવાની માંગ; બંને બાજુ હાઇવેનું જોડાણ હોવાથી રોડનો ઉપયોગ થઈ શકે

કપડવંજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલ ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે. નેતાઓ પોતાનો મત માંગવા આવે એ પહેલાંજ હરેક નાગરીક હવે જાગૃત બની રહ્યો છે. ત્યારે લોકો રોડ રસ્તાઓને લઈ કપડવંજથી અનારા સ્ટેટ હાઇવે અંદાજે 16 કિલોમીટરનો આ રોડ પહોળો કરી ડબલ કરવામાં આવે તેવી માંગણી જાગૃત યુવાન દ્વારા કરવામાં આવી છે.

ગ્રામજનોની રોડ ડબલ થાય એવી માગ
આ સાથે જાગૃત યુવાન સુરેશ ભોઈએ વિસ્તારના કપડવંજથી અનારા સ્ટેટ હાઇવે ડબલ રોડ થાય તેવી માંગણી કરી છે. જેથી ગ્રામજનોને ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને ગામનો વિકાસ થાય તેમ છે. આ અંગે તંથડીના યુવા કાર્યકર સુરેશ ભોઈના જણાવ્યા મુજબ, કપડવંજથી અનારા વાયા આંબલીયારા દાણાથી અંદાજે 16 કિલોમીટર જેટલો રસ્તો પહોળો અને ડબલ કરવામાં આવે તો આ રોડ ઉપર નાના-મોટા અંદાજે 20 જેટલા ગામોનો સુવિધાઓમાં વધારો થાય અને આ રોડ અનારા પાસે ઇન્દોર હાઈવેને મળે છે. જેને લઈને આ વિસ્તારના લોકોને અમદાવાદ જવા માટે સુગમતા રહે અને આ રોડ કપડવંજ તરફ મોડાસા જતા સ્ટેટ હાઇવેને મળે છે. આમ, બંને બાજુ હાઇવેનું જોડાણ હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પણ આ રોડનો ઉપયોગ થઈ શકે તેમ છે. જેથી આ રોડ ડબલ થાય તેવી આ વિસ્તારના ગ્રામજનોની પણ માંગણી છે એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...