પંચાયત ઘર બિસ્માર હાલતમાં:દાસલવાડા ગ્રામ પંચાયતનું મકાન બિસ્માર હાલતમાં, જીવના જોખમે કામ કરતાં કર્મીઓ

કપડવંજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક બાજુનો સ્લેબ તૂટેલી હાલતમાં છતાં તાડપત્રી નાખીને કર્મીઓ કામ કરે છે

કપડવંજના દાસલવાડામાં આવેલ પંચાયત ધર બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. જેને કારણે પંચાયતમાં કર્મચારીઓને જીવના જોખમે કામ કરવું પડી રહ્યું છે. પાંચ વર્ષ પહેલા નવા ધર માટે દરખાસ્ત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઇ પ્રકારનો ઉકેલ આવ્યો નથી. કપડવંજ તાલુકાના દાસલવાડાનું પંચાયત ઘર બિસ્માર હાલતમાં ભાસી રહ્યું છે.

આ અંગે દાસલવાડા ગ્રામ પંચાયતના ડે.સરપંચ દરિયાબેન પરમાર, કમિટી સભ્યો અને ગ્રામજનોના જણાવ્યા મુજબ પંચાયત ઘર બિસ્માર હાલતમાં હોવાથી પંચાયતમાં કર્મચારીઓ જીવના જોખમે કામ કરવું પડી રહ્યું છે. પંચાયત ઘરના છતના પોપડા પણ ઉખડી ગયેલા તથા ધાબાનો એક ભાગનો સ્લેબ તૂટી ગયો હોવાથી તેની ઉપર તાડપત્રી મૂકીને કામ કરવું પડે છે. બારણા પણ તૂટી ગયેલી હાલતમાં છે.

આ અંગે દાસલવાડાના સરપંચ મહેશભાઇ સોલંકીએ જણાવ્સયું હતું કે, સને 2019માં ફરીથી પણ દરખાસ્ત કરવામાં આવી છે. 2022માં નવા પંચાયત ઘરની વહીવટી મંજૂરી આવી ગઈ અને ટેન્ડરની પ્રક્રિયા હાલ જિલ્લા પંચાયતમાં થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...