તંત્ર ઘોર નિદ્રામાં:કપડવંજના દાણા ગામમાં બે વર્ષથી પેવરનું કામ ન થતાં બ્રિજને નુકસાન

કપડવંજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઘોર નિદ્રામાં

કપડવંજ તાલુકાના દાણા ગામ પાસેની ખીરવાના બ્રિજનું પેવર કામ ગત બે વર્ષથી કરવામાં આવ્યું નથી. ચોમાસુ નજીક છે ત્યારે પુલ પરનું કામ ન થતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે તેમ છે. તાલુકાના દાણા ગામ પાસે આવેલ ખારવા નદી ઉપર બનાવેલ બ્રિજની ગયા વર્ષે આશરે રૂપિયા 30 લાખના ખર્ચે બ્રિજની નીચેની સાઇડે સ્ટીલના સળિયા કટાઈ જવાથી મરામત કરવામાં આવી હતી.

પરંતુ રોડની ઉપરની સાઈડ માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ રોડનું પેવર કામ કરી આપીશું તેવું જણાવ્યું હતું. ગયા ચોમાસામાં પેવર કામ નહીં કરીને હવે નવા વર્ષનું ચોમાસુ આવવાની તૈયારી છે, છતા પેવર કામ થયેલ નથી.

આ અંગે દાણા ગામના અગ્રણી મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, જો બ્રિજ પર સમયસર પેવરકામ ન કરવામાં આવે તો વાહન ચાલકોને ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે જેથી તંત્ર વહેલી તકે કામગીરી કરે તેવી ગ્રામજનોની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...