'સન્માન સમારોહ':દહીંયપ ગામે નિવૃત આચાર્યનો સન્માન સમારોહ યોજાયો; સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું

કપડવંજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજ તાલુકાના દહીંયપ ગામે મુસ્લિમ બિરાદરોએ ભાથીજીના મુવાડાના પ્રતાપસિંહ પરમાર જેઓ લખા ભગતના મુવાડાની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જેઓ નિવૃત થતાં તેઓનો સન્માન સમારંભ દહીંયપ મુકામે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દહીંયપ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રતાપસિંહ પરમાર છેલ્લા ઘણાં સમયથી કપડવંજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ફરજો બજાવી રહ્યાં હતા. સન્માનના પ્રત્યુતરમાં પ્રતાપસિંહ પરમારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...