વિદ્યાર્થી દ્વારા 13 કૃતિ રજૂ કરાઈ:વ્યાસ વાસણા પેસેન્ટર શાળામાં CRC કક્ષાનો વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન યોજાયું; 12 શાળાએ ભાગ લીધો

કપડવંજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્યાસ વાસણા પેસેન્ટર શાળા ખાતે ભૂંગળિયા CRC કક્ષાનો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, કઠલાલ પ્રેરિત ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું. તેમાં 12 શાળાઓ દ્વારા 13 કૃતિ રજૂ કરવામાં આવી હતી. જેમાં 12 શાળાઓ પૈકી વ્યાસ વાસણા પેસેન્ટર શાળા દ્વારા પ્લાઝમા કટર, કુંભારીયા ટીંબા પ્રાથમિક શાળા દ્વારા હોલોગ્રામ, મેનપુરા પ્રાથમિક શાળા દ્વારા અકસ્માત નિવારણ મોડલ, બારૈયાના મુવાડા પ્રાથમિક શાળા દ્વારા કુપોષણ ઘટાડવા માટે સરગવાનો ઉપયોગ, ભુંગળિયા પ્રાથમિક શાળા દ્વારા માનવ શ્વસનતંત્ર તેમજ કોટવાળના મુવાડા પ્રાથમિક શાળા દ્વારા વર્ષા સૂચક યંત્ર જેવી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી.

વિજ્ઞાન અને ગણિતનું જરૂરી માર્ગદર્શન અપાયું
તેમાં વિજ્ઞાન અને ગણિતના સિદ્ધાંત સિદ્ધ કરવા બાલ વૈજ્ઞાનિકો તેમજ માર્ગદર્શક શિક્ષકોની ઉત્સુકતા અને ખંત જણાઈ આવ્યા હતા. આ પ્રદર્શન કાર્યક્રમમાં જિલ્લા શૈક્ષિક મહાસંઘના મહામંત્રી વિષ્ણુ પટેલના અધ્યક્ષ સ્થાને તથા CRC co. શકુરભાઈના માર્ગદર્શન હેઠળ તેમજ પેસેન્ટર શાળાના આચાર્ય કનુભાઈ પ્રજાપતિની આગેવાનીમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની સમજ આપવામાં આવી. બાળકોને વિજ્ઞાન અને ગણિત વિષયમાં રસ, રુચિ વધે તે માટે જરૂરી માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...