વાહન ચાલકે ગાયને અડફેટે લીધી:કપડવંજ માર્કેટયાર્ડ પાસે અજાણ્યા વાહન ચાલક દ્વારા ગાયનો પગ કચડી નાખ્યો; સોશિયલ મીડિયામાં લોકોએ કર્યો રોષ વ્યકત

કપડવંજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રખડતા પશુ બાબતે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ ગંભીર નોંધ લેવાતી નથી

કપડવંજના નડિયાદ રોડ ઉપર આવેલ શાક માર્કેટયાર્ડ નજીક વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ અજાણ્યા વાહન ચાલકે ગાયને અડફેટે લેતાં ગાયનો પગ કચડાઈ ગયો હતો. આથી શ્રાવણના પવિત્ર દીવસમાં ગાયના પગ કચડી નાખ્યાની વાત વાયુવેગે પ્રસરતા ગૌ ભક્તોની લાગણી દુભાઈ હતી. ઉપરાંત વોટ્સએપ ગ્રુપમાં તંત્ર ઉપર આક્રોશ વ્યક્ત કરાયો હતો. ઉપરાંત સરકાર દ્વારા પશુ સારવાર 1962 નંબરની સેવા કપડવંજ તાલુકાના વિસ્તારમાં બંધ હોઈ ગૌભક્તો દ્વારા સેવા બંધ હોવાને કારણે ફીટકાર વરસાવ્યો હતો. તેમજ કપડવંજ તાલુકાના પશુ સારવાર કેન્દ્ર તાલુકાના ત્રણ ઝોનમાં વહેંચાયેલું છે.

ગાયને સારવાર અર્થે ખસેડવામાં આવી
ગાયને સારવાર અર્થે ખસેડવામાં આવી

કપડવંજ તાલુકાના પશુ સારવાર કેન્દ્ર તાલુકાના ત્રણ ઝોનમાં વહેંચાયેલું છે
કપડવંજ, આતરસુબા, તોરણામાં પશુ વેટરનરી ડોક્ટર ત્રણની જગ્યાએ વર્ષોથી માત્ર એક જ ડોક્ટર પશુ વેટરનરી છે. જ્યારે તેમના કાર્ય ક્ષેત્રમાં પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર પણ અંતીસર, આંત્રોલી અને નીરમાલી આ ત્રણ સેન્ટર આવેલા છે. ઉપરાંત ઘડીયા, થવાદ, તેલનાર અને ઝંડા ખાતે પશુધન નિરીક્ષકની નિમણુંક છે.

રખડતા પશુ બાબતે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ ગંભીર નોંધ લેવાતી નથી
ગંભીર રીતે ઘાયલ ગાયને સારવાર અર્થે પાજરાપોળ તથા પશુ ચિકિત્સક પાસે પહોંચાડવા માટે વિશ્વ હિન્દુ પરિષદના રિપલ શાહ, સન્ની પરીખ અને ચેતન દેવકરે પ્રશંસનીય સેવાઓ આપી હતી. કપડવંજ શહેરમાં રખડતા પશુ બાબતે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ ગંભીર નોંધ લેવાતી નથી. અને સૌથી વધુ ઢોર માર્કેટયાર્ડ, બસસ્ટેશન, રત્નાગીરી રોડ, તેમજ ડાકોર રોડ તરફની સોસાયટીઓમાં વધુ પ્રમાણમાં પશુ જોવા મળે છે. તેમજ પશુ ડોકટરના જણાવ્યા અનુસાર, નગરપાલિકા દ્વારા આ રખડતા પશુ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. પશુઓમાં લમ્પી વાયરસ ફેલાતો અટકાવવા માટે કાર્યવાહી અત્યંત જરૂરી છે. તેમ પશુ ડોક્ટર યશવંત ચૌધરી દ્વારા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...