સજા ભોગવવા હુકમ:22 વર્ષ જૂના કેસમાં ક્લાર્ક અને પૂર્વ ચેરમેનને 5 વર્ષની કેદ, કપડવંજના માલઇટાડી સેવા સહકારી મંડળીનો કેસ

કપડવંજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અનાજનો જથ્થો સગેવગે કરતાં હતા

કપડવંજ તાલુકાના માલઇટાડી પગીભાગ ગામના સેવા સહકારી મંડળીના કલાર્ક ભલસિહ સુખસીહ ગોહેલ અને તત્કાલીન ચેરમેન નારણભાઈ રાયભણભાઈ ગોહેલ બંને રહે માલઈટાડી,તેમની ફરજ દરમિયાન જાન્યુઆરી 1997 થી 31-3-1998 ના સમયગાળા દરમિયાન સહકારી મંડળીના જુદા-જુદા કાર્ડ ધારકોના નામે વેચાણ બીલો બનાવ્યા હતા.

વળી સરકાર દ્વારા મળતા રાહત દરના ઘઉં 8070 કિ.ગ્રા,ચોખા 268 કિ,ગ્રા અને મોરસ 11 કિ.ગ્રા નો જથ્થો ગ્રાહકોને નહીં આપી સગેવગે કરી લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો જથ્થો નહીં આપી વંચિત રાખ્યા હતા. જે તે સમયે ફરિયાદ થઇ હતી. જે ગુના અંગેની ચાર્જશીટ થઈ કેસ કપડવંજ કોર્ટમાં ચાલી જતા વકીલ ડી બી ચૌહાણની ધારદાર દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી ભલસીહ સુખસીહ ગોહેલ અને નારણભાઈ રાયધનભાઈ ગોહેલ દોષિત ઠેરવી પાંચ વર્ષની સાદી કેદની સજા અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ભરવામાં કસૂર ઠરેતો વધુ 6 માસની સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...