જનતા માટે વિકાસ કાર્યોની લહાણી:કપડવંજ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમની ઉજવણી; રૂ. 1.09 કરોડના ખર્ચે 141 વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત

કપડવંજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ તેમજ પ્રાંત કક્ષાએ વિકાસ કાર્યોના લોકાર્પણ/ખાતમુહુર્ત માટે "વિશ્વાસથી વિકાસ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું છે. "વિશ્વાસથી વિકાસ યાત્રા" કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિભાગોના સહયોગથી વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત જેવા લોકાભિમુખ કાર્યક્રમો હાથ ધરવા બે દિવસનો કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે. કપડવંજ ખાતે પ્રાંત કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ યોજનાકીય કામગીરીના યોગ્ય પ્રચાર-પ્રસાર થકી રાજ્યની જનતાની સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવાના તથા સરકારની કલ્યાણકારી યોજનાઓ અંતગર્ત વિકાસનાં કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવાના હેતુ સાથે યોજાનાર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કપડવંજ ખાતે "વિશ્વાસથી વિકાસ યાત્રા" કાર્યક્રમ સંસદ સભ્યશ્રી જુગલજી ઠાકોર તથા શ્રીમતી બહેનજી બહેન પિતાંબરદાસ પરીખ, નગરગૃહની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કપડવંજ તાલુકામાં સંસદ સભ્યના હસ્તે કુલ 88.37 લાખના ખર્ચે નિર્માણ પામનાર કુલ 108 કામોનું ખાતમુહર્ત અને કુલ 21 લાખના ખર્ચે તૈયાર થયેલ 33 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ડી.બી.મકવાણા, નગરપાલિકા પ્રમુખ મોનિકાબેન પટેલ, ગોવિંદભાઈ પરમાર, કઠલાલ તાલુકા પંચાયત પ્રમુખ, કનુભાઈ ડાભી, કઠલાલ પૂર્વ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...