કપડવંજ/ કઠલાલમાં ત્રિપાખીયા જંગ વચ્ચે અપક્ષ ઉમેદવારો પણ આ વખતે મેદાનમાં છે. તારીખ 17/12/2022 ચૂંટણી પ્રક્રિયા માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ હતી. ત્યારે ઘણા ખરા ઉમેદવારો છેલ્લા દિવસે ફોર્મ ભર્યું હતુ.
ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તેમજ અપક્ષમાં ગરવી ગુજરાત પાર્ટી (GGP), કપડવંજ VCE મંડળના સહિતના અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ફોર્મ ભરીને નોંધાવી છે. ત્યારે પ્રજા વિજય પક્ષના ઉમેદવાર પણ આ વખતે મેદાને છે.
પ્રજા વિજય પક્ષના ઓલ ગુજરાતના પ્રમુખશ્રી ડી.જી. વણજારા તથા ખેડાના મહંત કસ્તુરદાસ બાપુ જેવો દાણીલીમડા વિધાનસભાના ઉમેદવાર છે. તેઓના કહેવાથી 120 કપડવંજ વિધાનસભાના ઉમેદવાર તરીકે રાહુલ પરમારનું ફોર્મ ભરાવેલું છે. કપડવંજ વિધાનસભાના ભાઈઓ તથા બહેનો તથા ગ્રામજનો મિત્રજનો સહકાર આપ્યો તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના મિત્રોને ટેકેદારોમાં જગદીશભાઈ ચાવડા, સુનિલ ચાવડા, કપિલ ચાવડા, ચેતન ચાવડા, બાબુભાઈ પરમાર, મહેશભાઈ પરમાર, મહેશભાઈ ચાવડા, પોપટભાઈ પરમાર, પુનમભાઈ પરમાર, જયંતીભાઈ ચાવડા, અક્ષય પરમાર, હસમુખભાઈ પરમાર, મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉમેદવારી ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.