રાજ્યમાં કેટલાક સમયથી લવ જેહાદ અને ધર્માતરણના કિસ્સા સામે આવી રહ્યા છે. જેને જોતા બજરંગદળ દ્વારા દેશભરમાં શૌર્ય પ્રશિક્ષણ વર્ગ શરૂ કર્યા છે. ખેડા જિલલામાં કપડવંજથી આ વર્ગની શરૂઆત થઈ છે. આ પ્રસંગે બજરંગ દળના કેન્દ્રીય સહ સંયોજક નીરજ ડોનેરીયાએ જણાવ્યું હતું કે માતૃભૂમિની રક્ષા માટે મહાપુરુષો અને આપણા પૂર્વજોએ બલિદાન આપ્યા, સંઘર્ષ કર્યો. આ સંઘર્ષ આજે પણ ચાલી રહ્યો છે. જેને ટક્કર આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળ દ્વારા દેશભરમાં શૌર્ય પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યા છે.
યુવાનોને શારીરિક-માનસિક તથા આત્મવિશ્વાસથી ભરપૂર, ચેતનવંતા કરવા માટે પરાક્રમી બનાવવા માટે આ વર્ગ યોજાઇ રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બાબર, ઔરંગઝેબ જેવા મુસ્લિમ આક્રમણ ખોરોએ હિંદુઓની કત્લેઆમ અને ધર્માંતરણ કર્યા, પણ આપણા પૂર્વજોએ તેઓની સામે શરણે થયા વગર સંઘર્ષ કર્યો, ત્રાસ સહન કર્યો, બલિદાનો આપ્યા પણ ધર્માંતરણ નતુ સ્વીકાર્યું.
લવ જેહાદ અંગે તેઓએ જણાવ્યું હતું કે દેશભરમાં એક લાખથી વધુ હિંદુ કન્યાઓને ફસાવી લવજેહાદનો શિકાર બનાવવામાં આવી છે. ગળામાં રુદ્રાક્ષ, માથા પર તિલક અને હિન્દુ નામ ધારણ કરી હિન્દુ કન્યાઓને ભોળવી તેઓનું શોષણ થઈ રહ્યું છે. તેમ જણાવી બજરંગ દળના યુવાનોને વિધર્મીઓના વિવિધ પ્રકારના આક્રમણ સામે સજ્જ થવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા મંત્રી મનોજભાઈ ઠક્કર, વર્ગાધિકારી જગદીશભાઇ તિવારી, પ્રાંત સંયોજક ભોલુભાઈ દેસાઈ, મહાપ્રબંધક મિલ્કેશપંડ્યા, ભવાનસિંહ ઝાલા,અનિલ પટેલ, શિવમ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.