કપડવંજ તાલુકાના પૂર્વગાળા વિસ્તારમાં આવેલા લાડવેડથી પાખિયાને જોડતા માર્ગ પર આવેલ બસ સ્ટેન્ડ મુસાફરો માટે નકામું બન્યું છે. લાડવેલ થી પાખીયા માર્ગ પર આવેલું અંતિસર ગામનું પીકઅપ સ્ટેન્ડ પાંચ વર્ષ પહેલા આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હોવાથી બસ સ્ટેન્ડ પાંચ ફૂટ નીચે હોવાથી મુસાફરો માટે કચરો નાખવાનું સ્થળ બન્યું હતું.
ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે અવરજવર કરતા મુસાફરોને ધોમધખતા તાપથી બચવા અને બસની રાહ જોઇ બેસવા માટે બસ સ્ટેન્ડની જરૂર ઉભી થઇ છે. પરંતુ પાંચ વર્ષ પહેલા બનેલ રસ્તાને કારણે બસ સ્ટેન્ડ પાંચ ફૂટ અંદર ઉતરી જતા નકામું બન્યું હતું. જેને લઇ તંત્ર દ્વારા વહેલી તકે વિસ્તારના રહીશો માટે નવીન બસ પીક અપ સ્ટેન્ડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
હાલ મુસાફરો ઉનાળાના ધોમધખતા તાપમાં બસની રાહ જોઈને રોડ પર ઉભા રહેવા મજબૂર બન્યા છે. ત્યારે ત્રણેય રૂતુઓમાં મુસાફરોને હાલાકી વેઠવાની વારી આવી છે. તથા બસ સ્ટેન્ડ ખંડેર બનતા પરિણામે જીવ જંતુઓ પણ ભરાઈ રહે છે તેમજ છતમાંથી પોપડા પડવાથી ઇજાઓ થવાની પણ સંભાવનાઓ ઉત્પન્ન થઇ હતી.
અમારે કલાકો સુધી બસ સ્ટેન્ડના અભાવે રોડ પર ઉભા રહેવું પડે છે
અમારે બસની રાહ જોવા માટે કલાકો સુધી ઉનાળાના આંકડા તાપમાન રોડ ઉપર ઉભા રહેવું પડે છે. છેલ્લા પાંચ વર્ષથી બસ સ્ટેન્ડના અભાવે અમને મુશ્કેલી પડી રહી છે. જૂનું બસ સ્ટેન્ડ નીચું થયું હોવાથી તેમાં બેસી શકાય તેવી પરિસ્થિતિ નથી. > પરેશભાઈ પટેલ, મુસાફર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.