હાલાકી:અપ્રુજી-વાઘાવત રોડ મહિનામાં ફરી રીપેર કરાશે, ધોવાણને કારણે બીજીવાર બંધ કરાયો

કપડવંજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપડવંજ અમદાવાદ તરફના વાહનોને 15 કિમીનો ફેરો ફરવો પડશે

કઠલાલ અને કપડવંજ તાલુકામાં ભારે વરસાદને કારણે અપ્રૂજીથી વાઘાવત તરફના રસ્તાનું ધોવાણ થતા તાત્કાલિક ધોરણે કામગીરી માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ રસ્તો બંધ થવાથી કપડવંજ થી અમદાવાદ જવાનો માર્ગ જે 15 કિલોમીટર જેટલું ઓછું અંતર થતું હતું અને ટોલ ટેક્સનો પણ બચાવ થતો હતો તે માર્ગ પણ બંધ થયો છે.

મહત્વની વાત છેકે ગત 7 જુલાઈના રોજ વરસાદને કારણે આ રોડનું ધોવાણ થતા રોડની બંને બાજુ માટી ધોવાઈ ગઈ હતી. જે બાદ કપડવંજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા માટી અને કપ્ચી નાખી ને ધોવાણ પુરી દેવાયું હતું. જેતે સમયે રસ્તાનું કામ જોતા ફરી વરસાદમાં ધોવાણ થશે તેવી ભીતિ સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. અને 16 દિવસ બાદ વરસેલા વરસાદમાં ફરીથી રોડની સાઈડ ધોવાઈ જતા કરેલ કાર્યવાહી પર સવાલો ઉભા થયા છે.

ઉપરવાસમાં ભારે વરસાદથી માટીનું ધોવાણ
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રોડની ઉભી કોતરના પાણીથી નીચેથી માટીનું ધોવાણ થયેલ છે. જેના કારણે સાવચેતીના ભાગરૂપે આ રોડ 24 કલાક માટે બંધ કરવામાં આવ્યો છે. અને તેનું મરમ્મત નું કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. - કેતન પરીખ, ના.કા.ઈ, માર્ગ અને મકાન વિભાગ, કપડવંજ

અન્ય સમાચારો પણ છે...