ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત:કપડવંજના આંગળવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ માંગણીઓનો સત્વરે ઉકેલ લાવવા અનુરોધ કર્યો

કપડવંજ15 દિવસ પહેલા

છેલ્લા ઘણા સમયથી આંગણવાડીના કાર્યકર્તાઓ દ્વારા તેમની માંગણીઓને લઈને સતત સરકારને રજુઆત કરવામાં આવી રહી છે. તેવામાં ​​​​કપડવંજ તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભીને રૂબરૂ મળી તેઓના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે આ કાર્યમાં ધારાસભ્ય સહભાગી થઈ રાજ્યના મુખ્યમંત્રી સુધી તેઓની રજૂઆત પહોંચતી કરે તે માટે અનુરોધ કર્યો હતો.

કપડવંજ તાલુકાની આંગણવાડી કાર્યકર તથા તેડાઘરની બહેનો પૈકી ડિમ્પલબેન પટેલ, રાધાબેન બારૈયા, શિલ્પાબેન ભટ્ટ, પંડ્યા રશ્મિકાબેનના જણાવ્યા અનુસાર, લઘુતમ માસિક રૂપિયા 18,000થી 22,000ની અમારી માંગણી માન્ય રાખો. સરકારના તમામ ધારા ધોરણો અનુસાર કામ કરતી મહિલા કર્મચારીને સરકારી કર્મચારી જાહેર કરો, નિવૃત્તિ બાદના તમામ લાભ સરકારી કર્મચારીઓના ધોરણે ચૂકવી આપવામાં આવે. આંગણવાડીનો સમય સવારે 10થી સાંજના 4નો કરો, તેડાગરને કાર્યકરનું તથા કાર્યકરને મુખ્ય સેવિકાની નામનિયુક્તિ કોઈપણ જાતની વયમર્યાદા સિવાય આપો.

45 વર્ષની વય મર્યાદાનો પરિપત્ર રદ કરો, કાર્યકરો પાસેથી રજીસ્ટર તેમજ મોબાઇલ એપ બંનેની કામગીરી લેવાની પ્રથા બંધ કરી ગમે તે એક જ સિસ્ટમ અપનાવવામાં આવે. મીની આંગણવાડીની પ્રથા બંધ કરી તેને રેગ્યુલર આંગણવાડીનો દરજ્જો આપવામાં આવે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપતી કાર્યકરોને પણ પ્રાથમિક શિક્ષણ આપતા કર્મચારીની જેમ વેતન અને સુવિધા આપો. જેવી અનેક માંગણીઓ સાથે રજૂઆત કરી છે ઉપરોક્ત માંગણીઓનો સત્વરે ઉકેલ લાવવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...