પીપળાના વૃક્ષમાં બિરાજમાન કેદારેશ્વર મહાદેવ:કપડવંજથી નજીક કઠલાલ તાલુકામાં આવેલું કેદારેશ્વર મહાદેવનું અતિપ્રાચિન મંદિર

કપડવંજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાણા ગામથી નજીક મહાદેવપુરામાં છે અતિપ્રાચીન કેદારેશ્વર મંદિર
  • વન વગડામાં અતિ પ્રાચીન પીપળાના વૃક્ષમાં બિરાજમાન કેદારેશ્વર મહાદેવ
  • કોદરાનું ધાન ચડાવવામાં આવતું હોવાથી 'કોદરિયા મહાદેવ' તરીકે પણ ઓળખાય છે

કપડવંજ તાલુકાના દાણા ગામથી પાંચ એક કિલોમીટર અને કઠલાલ તાલુકાના દાંપટના પેટાપરા મહાદેવપુરામાં દેવાધિદેવ મહાદેવનું અતિ પ્રાચીન કેદારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. કઠલાલથી આઠ કિલોમીટરના અંતરે આવેલ આ મહાદેવપુરાના વનવગડામાં પીપળાના વૃક્ષમાં કેદારેશ્વર મહાદેવનું 5000 વર્ષ જૂનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે.

ઘટાદાર પીપળાની વચ્ચે બિરાજમાન દેવાધિદેવના આ મંદિરની રચના વર્ષો પહેલા કીકા કંસારાએ સંવત 1600માં દંપાવટી નગરીમાં કરી હોવાની દંતકથા લોકોમાં પ્રચલિત છે. આ ઉત્તમ તીર્થ પાંડવોના સમયમાં હતું એવી લોકવાયકા છે. આ મંદિર મધુમતી નદીના કિનારે તથા દંપાવટી નગરીમાં કંસારા પોળમાં આવેલ હતું. અહીં આવેલ મહોર નદી પૂર્વ દિશામાં વહન કરે છે. સંવત 1600માં મંદિરના આગળના ગર્ભદ્વારનો જીર્ણોદ્ધાર થયો હોવાની વાયકા છે.

આ મહાદેવજીને મનોકામના પૂર્ણ થયે કોદરાનું ઘાન ચઢાવવામાં આવતું હોવાથી આ મહાદેવજી "કોદરિયા મહાદેવ"ના નામે પણ ઓળખવામાં આવે છે. મધુમતી નદીના કિનારે આવેલું આ નયનરમ્ય અને અતિ ભવ્ય મહાદેવજીનું મંદિર હાલમાં જે નદી કિનારે આવેલ છે. એ મહોર નદીના નામે ઓળખાય છે. આમ, કપડવંજથી અંદાજે ૧૪ કિલોમીટરના અંતરે આવેલું કઠલાલ તાલુકાના દાંપટ ગામના પેટાપરા મહાદેવપુરાના આ કેદારેશ્વર મહાદેવમાં ભકતો શ્રાવણ માસમાં વિશાળ સંખ્યામાં દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે. શ્રાવણ માસના છેલ્લા દિવસે અહીં લોક મેળા જેવો માહોલ સર્જાય છે. આ મહાદેવના મંદિરના મહંત ધ્યાનાનંદ સરસ્વતી સને 2018માં ઓમકારેશ્વર મહાદેવથી ભક્તોના કહેવાથી અહીં સ્થિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...