ડમ્પર કાળ બનીને ત્રાટક્યું:કપડવંજના ડાકોર રોડ પર ડમ્પર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો, ટુ-વ્હીલર ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું

કપડવંજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કપડવંજ ડાકોર રોડ ઉપર ગોપાલપુરા નાકા સામે ટ્રક(ડમ્પર) નંબર GJ 38 T 8441ના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ ગફલત ભરી રીતે અને પૂર ઝડપે હંકારીને આવતો હતો. આગળ જતા અવિનાશભાઈ રમેશચંદ્ર ત્રિવેદી રહેવાસી અંતીસર દરવાજા પાસે મહંમદ મુરાદનાખાચામાં પ્લેઝર નંબર GJ 7 BD 3687ને ટક્કર મારી અકસ્માત કરતા ટ્રકના ડાબી સાઈડના પાછળના વ્હીલ નીચે આવી જતા અવિનાશભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર મોત થયું હતું. આ બનાવ સંદર્ભે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના સૂત્રોએ મૃતકનું પી.એમ. કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની તપાસ ટાઉન પોલીસ સ્ટેશનના અહેકો જશવંતભાઈ છગનભાઈ ચલાવી રહ્યા છે.

મૃતકની ફાઈલ તસવીર
મૃતકની ફાઈલ તસવીર
અન્ય સમાચારો પણ છે...