ચૂંટણીનો માહોલ વિધિવત રીતે સંપૂર્ણપણે જામ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. કપડવંજમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે એ અટકળો વચ્ચે આજ રોજ અપક્ષ ઉમેદવાર અજય સોલંકીએ પ્રાંત કચેરી ખાતે તેમના સમર્થકો સાથે રહી ઉમેદવારી નોંધાવી હતી.
પ્રાંત ઓફિસમાં ઉમેદવારીપત્ર ભરીને ઉમેદવારી નોંધાવી
કપડવંજ વિધાનસભા ચૂંટણીમાં કપડવંજ તાલુકાના તાલપોડા ગામના અજયકુમાર (અજુભા) સોલંકીએ અપક્ષ ઉમેદવાર તરીકે પ્રાંત ઓફિસમાં ઉમેદવારીપત્ર ભરીને ઉમેદવારી નોંધાવી હતી. ગરવી ગુજરાત પાર્ટી GGPના અપક્ષ ઉમેદવાર સોલંકી અજયકુમાર પ્રવિણસિંહ (અજુભા)120 કપડવંજ વિધાનસભા ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. તો આ સાથે જ આપણી પ્રગતિ, આપણા હાથે, ગરવી ગુજરાત પાર્ટી GGPના સુત્ર એવા આવો સૌ સાથે મળીને એક નવા અધ્યાયની શરુઆત કરીએ તે સુત્રને યથાર્થ કરવા અપીલ કરી હતી. અજુભાએ ફોર્મ ભરવા જતાં પહેલાં માતાજીના મંદિરે આશીર્વાદ લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.