ઘડિયાના શહીદને અનોખી અંજલિ:14 કલાકમાં 110 કિમી સ્કેટિંગ કરી આણંદનો રાઇડર ઘડિયા પહોંચ્યો

કપડવંજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ વણઝારિયા બાદ હવે ઘડિયાના શહીદને અનોખી અંજલિ
  • યુવકને દેશ અને જવાનો પ્રત્યે ગજબનો પ્રેમ અને આદર

ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો પણ ઘરની બહાર નીકળતા ખચકાતા હોય છે. ત્યારે કપડવંજના ઘડિયા ગામના શહીદને શ્રધ્ધાંજલી આપવા આણંદનો યુવાન 14 કલાક 110 કિમી.નું સ્કેટીંગ કરી ઘડિયા ગામે પહોંચ્યો. મહત્વની વાત છે કે 3 મહિના પહેલા ઘડિયા ગામના હિતેશસિહ પરમાર નામના આર્મી જવાન દેશની સરહદ પર શહીદ થયા હતા.

બરોડાની ખાનગી યુનિ. માં અભ્યાસ કરતો અગસ્તય વાણંદ દેશ કાજે શહીદ થનાર સૈનિકોને અનોખી શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. અગાઉ 26મી જાન્યુઆરીના રોજ વણઝારીયા ખાતે વીર જવાન હરિશસિંહ પરમારના નિવાસ્થાને પહોંચી શ્રધ્ધાંજલી આપી હતી. જે બાદ બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામના વીર શહીદ તુલસીભાઈ બારીયાના પરિવારની મુલાકાત લીધી હતી. અને હવે મંગળવારના રોજ કપડવંજ તાલુકાના ઘડિયા ખાતે સ્કેટિંગ રાઈડ કરી હિતેશસિહ વતન પહોંચ્યો છે.

અત્રે તેણે શહીદના પરિવારની મુલાકાત કરી, વીર શહીદની તસ્વીરને પુષ્પાંજલી અર્પી હતી. મહત્વની વાત છેકે અગસ્તય આણંદ થી તા.10 મે ના રાત્રીના 1 વાગે સ્કેટિંગ કરતા નીકળ્યો હતો. જે તા.10 મેના રોજ બપોરના ૩ કલાકે એટલેકે 14 કલાકમાં 110 કિમી.નું અંતર કાપી ઘડિયા ગમે પહોંચ્યો હતો.

દેશનું નામ રોશન થાય તેવું કાર્ય કરવું છે
હાલમાં હુ બીબીએનો અભ્યાસ કરૂ છુ. અભ્યાસની સાથે સાથે રાજ્યમાં શહીદ થયેલા જવાનોના પરિવારને મળુ છું, સ્કેટીંગ કરીને જ તેમના ઘરે જાવ છુ, અને શ્રદ્ધાંજલિ આપું છું. દેશનું નામ રોશન થાય તેવું કાર્ય કરવું છે. > અગસ્ત્ય વાળંદ, સ્કેટિંગ રાઇડર, આણંદ

અન્ય સમાચારો પણ છે...