કપડવંજ શહેરમાં આવેલ ઐતિહાસિક કુંડવાવ ટાવરની જાળવણીના અભાવે નગરજનો પાલિકાને કોશી રહ્યા હતા. ટાવર પર લગાવેલા ઘડિયાળના ટકોરા છેલ્લા 22 વર્ષથી બંધ હતા. શહેરના મધ્યમાં આવેલ ઐતિહાસિક ટાવર શોભાના ગાંઠિયા સમાન બની ગયું હતુ. શહેરની મધ્યમાં આવેલા 500 વર્ષ પોરાણીક ટાવરનું પુનઃ 53 વર્ષ અગાઉ તેનો જીર્ણોદ્ધાર થયો હતો. આ ટાવરનું તારીખ 9 ઓક્ટોબર 1932ના રોજ દેસાઈ જમનાદાસ મગનલાલ વહાણવાલા ઇન્ડિયન કલોક મેન્યુ કંપની લી નુ ઘડિયાળ ટાવર પર લગાવી “ચંચળબાઈ ટાવર” નામાભિધાન કરી કપડવંજ નગરપાલિકાને સ્વાધીન કર્યું હતું.
આ ટાવરના ટકોરા છેલ્લા 22 વર્ષથી વધુ સમયથી બંધ હતું અને શોભાના ગાંઠિયા સમાન બની ગયું હતુ. કપડવંજ નગરપાલિકાના પ્રમુખ મોનિકાબેન પટેલ અને તેના સાથી સભ્યોના પ્રયત્નોથી આ એક ઐતિહાસિક ટાવરને ફરી ચાલુ કરવા માટે નિયમો અનુસાર ટેન્ડર પ્રક્રિયા કરી ભાવો મંગાવવામાં આવ્યા છે અને આગામી ટૂંક સમયમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી નવી ઘડિયાળ બેસાડવામાં આવશે.
આઝાદીની લડતમાં સ્વાતંત્ર્ય સેનાની તિરંગો લઇને ચઢ્યાં હતાં કપડવંજના જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા અને સ્વાતંત્ર સેનાની સ્વર્ગસ્થ રાજેન્દ્ર શાહે સ્વાતંત્ર્ય લડત સામે કુડવાવના ચંચળબાઈ ટાવર પર તિરંગો ઝંડો ફરકાવવા ચઢેલા આ દરમિયાન અંગ્રેજ પોલીસના હાથે ઝડપાઇ જવાથી તિરંગાનું અપમાન થાય એમ લાગતા તિરંગો છાતીએ લગાવીને ટાવર પરથી રાજેન્દ્રભાઈએ કુદકો માર્યો હતો. આ પ્રસંગને કારણે પણ ટાવરને રક્ષિત ઈમારત જાહેર કર્યો છે.
પુરાતત્વની મંજૂરી મળતા ટાવરની ચારે તરફ નવી ઘડિયાળ ફીટ કરાશે
નગર સેવા સદનના ઇજનેર વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતુ કે ઐતિહાસિક કુંડવાવ પર આવેલા ટાવરને ચાલુ કરવા માટે પુરાતત્વ વિભાગની મંજૂરી મળતા હાલ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે. ટાવરની ચારેબાજુ નવી ઘડિયાળ નાખવાની અને ડિજિટલ સિસ્ટમથી ડંકા વાગે અને જીપીએસ સિસ્ટમ પણ હશે. જેનો અંદાજે સવા ત્રણ લાખના ખર્ચે નવી એજન્સીને કામ આપવાની કાર્યવાહી ચાલુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.