આજ રોજ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના વિશ્વનાથપુરા ગામમાં પ્રસૂતિ મહિલાને અચાનક દુખાવો ઉપાડતા સવારે 09:34 કલાકે 108માં કોલ કર્યો હતો. જે કોલ કપડવંજ 108 ટીમને મળ્યો હતો. ત્યાર બાદ કપડવંજ 108ની ટીમને કૉલ મળતા સાથે જ ત્યાંના હાજર ઈએમટી વિનુભાઈ ડાભી અને પાઇલોટ રમેશભાઈ શર્મા તરત જ ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા હતા.
માતા અને બંને બાળકોની સ્થિતિ સારી
એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચતા જ એ સમયે આજુબાજુના મહિલાઓનો સહયોગ લઈ પ્રસવ પીડા ઉપડતા કંચન બહેનને રોડની બાજુમાં કપડાંથી કવર કરી સાવચેતી પૂર્ણ રીતે એક બાળકને જન્મ આપી દીધો હતો. ત્યારબાદ, થોડા જ સમયમાં ફરીવાર દુઃખાવો થતા સારવાર દરમિયાન બીજા બાળકનો જન્મ થયો હતો. બે બાળકો તથા તેની માતાને 108 મારફતે લસુન્દ્રા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર માતા અને બાળકની તબિયત સારી છે. પ્રસૂતિ મહિલાના સંબંધીએ તેમજ ગ્રામજનોએ 108ની કામગીરીનો આભાર વ્યકત કરીને બિરદાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.