ફરાર શખ્સ પોલીસના સકંજામાં:કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના આરોપીને નડિયાદ SOGએ ઝડપ્યો; અપહરણના ગુનામાં ચાર વર્ષથી નાસતો ફરતો હતો

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અપહરણના ગુનામાં ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપીને નડિયાદ એસઓજીએ બાયડ ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી લઈને કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી છે.

છેલ્લા 4 વર્ષથી આરોપી ફરાર હતો
કપડવંજ રૂરલ પોલીસ મથકના અપહરણના ગુનામાં વિરૂ પરમાર છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હતો. જેને બાયડના ટોટુંથી નડિયાદ SOGએ ઝડપી પાડ્યો હતો. ખેડાના SOG પી.આઈ. ડી.એન. ચુડાસમાની સૂચનાનુસાર સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અ.હેડ.કો. વનરાજસિંહ તથા દશરથભાઈને મળેલી બાતમી અનુસાર કપડવંજ રૂરલ પોલીસના ગુનામાં નાસતા ફરતા આરોપી વિરૂ કિરણસિંહ પરમારને તેના ઘરેથી ઝડપી લઈ તેની પુછપરછ કરી હતી. જેમાં તે પોતે વર્ષ -2019ના વર્ષમાં કપડવંજ રૂરલ પોલીસમાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હોવાથી તેને ઝડપી લઈ કાર્યવાહી કરવામાં આવી હતી. એસોજીએ તેને કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...