ત્રણ વાહનો અથડાતાં ટ્રાફિક જામ:કપડવંજમાં પીકઅપ, કાર અને એક્ટીવા વચ્ચે અકસ્માત; નાની બાળકીને ઈજા થતા હોસ્પિટલ ખસેડાઈ

કપડવંજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ શહેરનાં સ્ટેટ હાઇવે પર ભારે ટ્રાફિકના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. શહેરના કુબેરજી ચોકડી પાસે નાની બાળકીને લઈને એક્ટીવા પર પસાર થતી મહિલાને કાર ચાલકે ટક્કર મારતા મા-દીકરી જમીન ઉપર પટકાયા હતાં. જેના કારણે નાની બાળકીને હાથે ઇજા થઇ હતી. નાની બાળકી રોડ પર પટકાતા હાથે લોહી નીકળતા મહિલા અને બાળકી ગભરાઈ ગયા હતાં. નાની બાળકીને બીજા થતાં મહિલાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ અને કારચાલક પર ભારે ગુસ્સો ઠાલવ્યો હતો. સદનસીબે કોઈ ગંભીર ઈજા થઈ નહોતી. પણ જે પ્રમાણે કાર ચાલકે એક્ટીવાને ટક્કર મારી અને કારના આગળના ભાગને નુકસાન થયું હતું. તે જોતાં મહિલા અને બાળકીનો આબાદ બચાવ થયો હતો.

પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કર્યો
શહેરના કુબેરજી ચોકડી પાસે બપોરના સુમારે પીકઅપ ડાલાએ આગળ જતી કારને ટક્કર મારી હતી અને કાર આગળ જતી મહિલાને ટક્કર મારતા મહિલા જમીન પર પછડાઈ હતી. ઇજાગ્રસ્ત નાની બાળકીને સારવાર અર્થે દવાખાને લઈ જવાઈ હતી. અકસ્માતના પગલે કુબેરજી ચોકડીથી ટાઉનહોલ તરફ ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાહનોની લાંબી કતારો લાગી હતી. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...