કપડવંજ બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે!:આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનુ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું; સભામાં વિજય નિશ્ચિત હોવાનો દાવો કર્યો

કપડવંજ3 મહિનો પહેલા

કપડવંજ વિધાનસભા મત ક્ષેત્રના આમ આદમી પાર્ટીના સત્તાવાર ઉમેદવાર તરીકે મનુ પટેલે કાર્યાલયથી રેલી કાઢી કપડવંજ પ્રાંત અધિકારીની કચેરીએ તેમના ટેકેદારો સાથે ઉપસ્થિત થઈને ઉમેદવારી પત્રક ભર્યું હતું. આ પ્રસંગે પંજાબના બિલાસપુર ક્ષેત્રના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના અગ્રણી મંનજીતસિંહ તથા અન્ય પ્રાદેશિક અગ્રણીઓ નિહાલસિંગ અને જસવીર સિંઘ તેમજ આમ આપ પાર્ટીના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મનુ પટેલને વિજયી બનાવવા અનુરોધ
ઉમેદવારી પત્રક ભર્યા બાદ પક્ષના કાર્યાલય ખાતે ઉપસ્થિત પાર્ટીના કાર્યકરોને ઉદ્દબોધન કરતા મનુ આર. પટેલે આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમનો વિજય નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું. અત્યાર સુધીમાં કપડવંજ વિધાનસભા મતક્ષેત્રને વિકાસ કાર્યોમાં સતત અન્યાય થતો આવ્યો છે. તેમ જણાવીને આ ત્રિપાંખિયા જંગમાં તેઓ વિજયી બનીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર રચવામાં મહત્વનો ફાળો આપશે તેમ જણાવ્યું હતું. આ સભામાં ઉપસ્થિત પંજાબ તથા ગુજરાતના પ્રાદેશિક અગ્રણીઓએ સંબોધન કરીને કપડવંજમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનુ પટેલને વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...