આયોજન:મોટી રત્નાગીરી માતાજીના મંદિરે ત્રિ-દિવસીય મેળો

કપડવંજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાલોડાના મેળામાં 2 લાખ ભક્તો ઉમટશે

કપડવંજ તાલુકાના સાલોડના મોટી રત્નાગીરી માતાજીના મંદિરે ભાદરવા સુદ બારસ થી ભાદરવા સુદ ચૌદશ સુધી લોકમેળો યોજાશે. આ લોકમેળામાં કપડવંજ પંથક તેમજ આજુબાજુના તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો રત્નાગીરી માતાજીના દર્શનાર્થે ઉમટે છે. જેમાં મહારાષ્ટ્રમાથી પણ લોકો દર્શનાર્થે આવે છે.

મંદિર પરિસરમાં રાત્રિના સમયે ભવાઈના વેશ ભજવવામાં આવે છે જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ શહેરીજનો પણ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લે છે. સાથે મેળામાં બાળકો માટેના જુદા જુદા ચકડોળો, મોટા ચકડોળો, ખાણીપીણીની દુકાનોના સ્ટોલ પણ દુકાનદારો દ્વારા લગાવવામાં આવતી હોય છે. સાલોડ ગ્રામ પંચાયતના સરપંચ કિરણસિંહ પરમારના જણાવ્યા અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામ પંચાયત દ્વારા રત્નાગીરી માતાજીના મેળાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે યોજાતા આ મેળાનું અનેરૂ મહત્વ રહેલું છે.

અન્ય સમાચારો પણ છે...