બે શખ્સોની અટકાયત:કપડવંજના લહેરજીના મુવાડા ખાતેથી દોઢ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

કપડવંજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી

કપડવંજ તાલુકાના લહેરજીના મુવાડા તાબેના ભુતીયા પાસેથી કપડવંજ રૂરલ પોલીસે દોઢ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ સાથે બેની અટકાયત કરી છે. આ અંગે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ડી.બી રાઓલે જણાવ્યું હતું કે, તેઓની સુચના અનુસાર રૂરલ પોલીસના કર્મીઓ અંગત બાતમીદાર પાસેથી મળેલી બાતમીના આધારે જયદીપ ઉર્ફે કાનો કેસરીસિંહ ઉર્ફે કેશવ ઝાલા રહેવાસી લહેરજીના મુવાડા ડેરી સામે ગામ ભૂતિયા તા. કપડવંજ, જિલ્લો ખેડા, અને પપ્પુ દેવીલાલ રતનલાલ ગુર્જર રહે, ગુંદલી તા. જી. ભીલવાડા, રાજસ્થાન જેમણે ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોતાના ઘરની પાછળના ભાગે આ દારૂને સંતાડયો હતો.

જેમાં બીયરના ટીન નંગ 120 તથા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ-1332(ક્વોટર) મળી કુલ 1,45,200 તથા મોબાઈલ કિંમત રૂપિયા 5000 મળી કુલ 1,50,200 ના મુદ્દામાલ સાથે તેની અટકાયત કરી હતી. ફરિયાદીએ હેડ કો. ઇન્દ્રસિંહ નરપતસિંહની ફરિયાદના આધારે પોલીસ સૂત્રોએ આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...