સરપંચ આલમમાં ખળભળાટ:ઝંડા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયાના મામલે બેઠક યોજાઈ, તાલુકાના 90% સરપંચો હાજર રહ્યા

કપડવંજ3 દિવસ પહેલા

ઝંડા ગામના સરપંચ દ્વારા વિકાસના કામનો પેટા કોન્ટ્રાકટ ભાઈને જ આપી દેવાતાં તેની તપાસ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરાતાં ઝંડા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ થયો હતો. જેના પગલે સમગ્ર કપડવંજ અને ખેડા જિલ્લામાં સરપંચ આલમમાં ખળભળાટ મચી જવા પામી છે. ત્યારે આજ રોજ કપડવંજ ખાતે તાલુકાના મોટાભાગના ગામના સરપંચ દ્વારા તાલુકા પંચાયત ખાતે મીટિંગ યોજવામાં આવી હતી.

તાલુકા પંચાયત ખાતે મીટિંગ યોજવામાં આવી
આ પ્રસંગે તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને કલાજી ગ્રામ પંચાયતના સરપંચ રૂપસિંહ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજની મીટિંગનો ઉદેશ્ય ઝંડા ગામના સરપંચ પર્વતસિંહ રાઠોડને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા એને લઈને તાલુકાના સરપંચ ભેગા થયા છે. માનનીય વિકાસ કમિશ્નર સાહેબને અપીલ કરવા માટે કે ઝંડા ગામના સરપંચનો શું વાંક છે? ખાલી સરપંચને સસ્પેન્ડ કર્યા છે? અને અમે તેમના સપોર્ટમાં છીએ. સાથે જ એ બહાને સરપંચ ભેગા થાય કાયદાકીય આ બાબતોમાં જ્ઞાન આવે કેવા કયા પ્રકારે ઠરાવ કરવા અને કેવી રીતે કામ કરવું, કઈ જગ્યાએ રજૂઆત કરવી અને આ માટે ચર્ચા વિચારણા કરવા માટે અમે સૌ ભેગા થયા હતા. આ બાબતને લઈને મંત્રીને પણ રજુઆત કરવાનું જણાવ્યું.

કમિશનર સાહેબને રજૂઆત કરશે
​​​​​​​
સાથે જ જણાવ્યું હતું કે, આજરોજ 102માંથી 90 ટકા ઉપર સરપંચ હાજર રહ્યા છે. ત્યારે, કેટલાક સરપંચ વરસાદી મોસમના લીધે ન આવી શક્યા હોય પણ એમનો સપોર્ટ પણ છે જ અને આગળના પગલાં બાબતે હાલ તો માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરી માનનીય કમિશનર સાહેબ જે હુકમ કરશે તે અમને શિરોમાન્ય રહેશે. અમે આગળ રજૂઆત કરી અમારો પક્ષ રાખીશું અને કાયદાકીય રીતે જે હુકમ આવશે એ અમને મંજૂર છે.

અન્ય સમાચારો પણ છે...