સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ વખતે કપડવંજમાં ત્રિપાખીયો જંગ જામશે, ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. ત્યારે તંત્ર દ્વારા તે માટેના ખૂબ જ સઘન પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. એવામાં, કપડવંજ શહેરમાં તંત્ર દ્વારા અવાર નવાર ફ્લેગ માર્ચ અગાઉ યોજાઈ છે. તેમજ આજ રોજ ગ્રામ્ય કક્ષાએ પણ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના વડોલ, માલઈટાડી, ચીખલોડ, સહિતના અતિ સંવેદનશીલ ગામોમાં કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ડી.બી.રાઓલ તથા પોલીસ કર્મીઓ અને આર્મી જવાનો દ્વારા ફ્લેગમાર્ચ ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.