ચૂંટણીના માહોલ વચ્ચે ફ્લેગ માર્ચ:કપડવંજના ગ્રામ્ય વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ; આતરસુંબા પોલીસ દ્વારા યોજવામાં આવી

કપડવંજ3 મહિનો પહેલા

સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ વખતે કપડવંજમાં ત્રિપાંખીયો જંગ જામશે. ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. ત્યારે તંત્ર દ્વારા તે માટેના ખૂબ જ સઘન પ્રયાસો હાથ ધરાઈ રહ્યાં છે.

વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર કરવામાં આવી
એવામાં કપડવંજ શહેરમાં તંત્ર દ્વારા અવાર નવાર ફ્લેગ માર્ચ અગાઉ યોજાઈ છે. ત્યારે, આજ રોજ ગ્રામ્ય કક્ષાએ પણ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છું. જેમાં આતરસુંબા પોલીસ સ્ટેશન વિસ્તારના ધોળાકુવા આતરસુંબા, કોસમ, આંત્રોલી દાસલવાડા ગામોમાં આતરસુંબા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એ.ઓ. તિવારી તથા પોલીસ કર્મીઓ અને આર્મી જવાનો દ્વારા ફ્લેગમાર્ચ ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...